________________
४५४
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका બીજી યુક્તિ એમ પણ છે કે સૂક્ષ્મ અને અટશ્ય વગેરે સર્વ પદાર્થો કેઈ ને કોઈને પ્રત્યક્ષ હોવાં જોઈએ કારણ કે તે અનુમેય છે. જે જે અનુમેય હોય તે તે સર્વ કેઈને તે પ્રત્યક્ષ હેય જ. દ્રષ્ટાંત તરીકે પર્વતાદિમાં છૂપાયેલે અગ્નિ આ વગેરે અનેક યુક્તિઓથી સર્વજ્ઞપણું સિદ્ધ થાય છે. - પ્રશ્ન ૨૮ : સર્વજ્ઞતાની સિદ્ધિમાં કઈ અનુભવગર્ભિત યુક્તિ છે?
ઉત્તર : જ્ઞાનને સ્વભાવ જાણવું તે છે, તેના પ્રતિબંધક કર્મો જ્યાં સુધી રહે છે ત્યાં સુધી જ્ઞાનના કાર્યમાં ઓછા પણું એટલે અપૂર્ણતા રહે છે પરંતુ જે કમને પ્રતિબંધ સર્વથા દૂર કરવામાં આવે તે જ્ઞાન થેડાં જ પદાર્થોને જાણે એવું કંઈ કારણ રહેતું નથી તેથી સર્વથા નિષ્કલંક જ્ઞાન સર્વનું જાણકાર હોય છે.
પ્રશ્ન ૨૯ : જ્ઞાન તે ઈન્દ્રિય દ્વારા જાણે છે તેથી જે ઈન્દ્રિય હોય તે પોતપોતાના વિષયની સીમા સુધીનું જ્ઞાન થાય, જે ઈન્દ્રિય નહીં હોય તે જ્ઞાન પણ નહીં હોય.
ઉત્તર : જ્ઞાન ઇન્દ્રિય દ્વારા નથી જાણતું પરંતુ આવરણને સદ્ભાવ હતાં જ્ઞાન એવું અશક્ત થઈ જાય છે કે તે ઈન્દ્રિયનું નિમિત્ત પામીને જાણે છે. પરંતુ આવરણને અભાવ થતાં જ્ઞાન કેઈ નિમિત્તની પણ સહાય લીધા વગર પોતાના સ્વભાવ-સામર્થ્યથી જાણે છે, અને આ પ્રકારે જાણવાની સીમા હોતી નથી. આવી શુદ્ધ અવસ્થામાં જ્ઞાન સર્વ સદુભૂત પદાર્થોને જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org