________________
४५३
गाथा ५०
પ્રશ્ન ૨૪ : કોઈ પણ આત્મા સર્વજ્ઞ હાતા નથી તા પછી સજ્ઞતાની શુ વાત કરવી ?
ઉત્તર : સર્વજ્ઞ શું આ દેશમાં અને આ કાળમાં જ નથી હાતા કે સર્વ દેશમાં અને સર્વ કાળમાં નથી હોતા તે વાતને વિચાર કરો.
પ્રશ્ન ૨૫ : સર્વજ્ઞ આ દેશમાં તે નથી મળતા ? ઉત્તર : સજ્ઞ આ દેશમાં અને આ કાળમાં નથી મળતા એ વાત તે સાચી જ છે, અહીં આજકાલ કોઈ સર્વજ્ઞ નથી પરંતુ અહીં આજકાલ કોઈ સર્વજ્ઞ નથી અથવા નથી હોઈ શકતા તે કારણથી સજ્ઞના સથા નિષેધ ન કહી શકાય.
પ્રશ્ન ૨૬ : સર્વજ્ઞ કોઈ કાળમાં કે કોઈ દેશમાં નથી હેાતા? ઉત્તર : જો તમને તેવું જ્ઞાન છે તેા તમે પોતે જ સર્વજ્ઞ થઈ ગયા કારણ કે જ્યારે સર્વ દેશની અને સ કાળની વાત જાણી હાય ત્યારે જ તમે એમ કહી શકે કે કોઈ પણ દેશમાં અને કઈ પણ કાળમાં સર્વજ્ઞ હાતા નથી.
પ્રશ્ન ૨૭ : સર્વજ્ઞની સિદ્ધિમાં કઇ યુક્તિ છે કે કેમ? ઉત્તર : સÖજ્ઞની સિદ્ધિ હેતુથી પણ સિદ્ધ છે. કોઈ સજ્ઞ અવશ્ય છે કારણ કે સમ્યગજ્ઞાનના ખાધક રાગ અને અજ્ઞાનનું એછાપણું જોવામાં આવે છે. જ્યારે અહીં જ જોઈ શકાય છે કે અનેક મહાપુરૂષામાં રાગ અને અજ્ઞાન ઓછા થઈ ગયા છે તે એવા પણ કોઈ આત્મા હોય કે જેનામાંથી રાગ અને અજ્ઞાનના સથા અભાવ થયે હાય અને તે જ સર્વજ્ઞ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org