________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૦ : અનંતવીર્યનું શું સ્વરૂપ છે?
ઉત્તર : બધા ગુણોને અનંત વિકાસ થવારૂપ પ્રગટ થયેલી શક્તિને અનંતવીર્ય કહે છે.
પ્રશ્ન ૧૧ : ઉપર્યુક્ત અનંત ચતુષ્ટય પ્રગટ થવાથી દેહની કેવી અવસ્થા થઈ જાય છે?
ઉત્તર : આત્માના અનંત ચતુષ્ટય પ્રગટ થતાં દેહ પરમ દારિક થઈ જાય છે.
પ્રશ્ન ૧૨ : પરમાત્માને શરીર સાથે શું સંબંધ છે કે જેથી પરમાત્માના શરીરનું પણું વર્ણન કરવામાં આવે છે?
ઉત્તર : નિશ્ચયનયથી તો પરમાત્મા જ નહીં કેઈ પણ આત્માને શરીર છે જ નહીં, વ્યવહારથી જ શરીર માનવામાં આવ્યું છે. તે વ્યવહારથી કહેવામાં આવેલું શરીર જ્યાં સુધી રહે છે તે પહેલાં જે આત્મા સર્વથા નિષ્કલંક થઈ જાય તે શરીરની શું અવસ્થા થઈ જાય છે એમ બતાવી દેહની અવસ્થાના નિમિત્તભૂત આત્માને પ્રતાપ બતાવવામાં આવ્યો છે.
પ્રશ્ન ૧૩: પરમ દારિક શરીર કેવું હોય છે?
ઉત્તર : અરહંત થતા પહેલાં તે શરીર સાત ધાતુ અને અનેક ઉપધાતુઓવાળું હતું, તે જ શરીર ઘાતિયાકર્મોને ક્ષય થતાં સાત ધાતુ અને ઉપધાતુઓથી રહિત, સ્ફટીકમણિ જેવું નિર્મળ, હજારે સૂર્યોના તેજ જેવું તેજસ્વી છતાં પરને શાંતિ આપવાવાળું હોય છે. આને પરમ ઔદારિક શરીર કહે છે.
પ્રશ્ન ૧૪ : નિષ્કલંકતાનું વર્ણન “રૂટુઘારૂવા ” શબ્દથી થઈ ગયું તે પછી “” શબ્દ શા માટે કહ્યું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org