________________
નાથા ૨૦
४४९ થાય છે, ત્યાર પછી ક્ષીણમેહ થતાં જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાયને ક્ષય થાય છે.
પ્રશ્ન પ ફ ઘાતિયા કર્મોને નાશ થવાથી આત્માની શું અવસ્થા થાય છે?
ઉત્તર : ઘાતિયાકને નાશ થતાં આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતઆનંદ અને અનંતવીર્યમય થઈ જાય છે. આ પૂર્ણ ગુણવિકાસનું નિમિત્ત કારણ ઘાતિયાકર્મોને નાશ છે.
પ્રશ્ન : જ્ઞાનાવરણીય કર્મોના નાશથી કયા ગુણને પૂર્ણ વિકાસ થાય છે?
ઉત્તર : જ્ઞાનાવરણીયકર્મના નાશથી જ્ઞાન ગુણને પૂર્ણ વિકાસ થાય છે. આ વિકાસ અનંતજ્ઞાન રૂપે છે.
પ્રશ્ન ૭ : અનંતજ્ઞાનનું શું સ્વરૂપ છે?
ઉત્તર : જ્ઞાન ગુણને તે વિકાસ અનંતજ્ઞાન છે જેમાં લેક અને અલેકના દ્રવ્યગુણોનું જ્ઞાન થઈ જાય છે તથા ભૂત વર્તમાન ભવિષ્યકાળની સર્વ દ્રવ્યોની સર્વ પર્યાયોનું જ્ઞાન થઈ જાય છે.
પ્રશ્ન ૮ : અનંતદર્શનનું શું સ્વરૂપ છે?
ઉત્તર : અનંતજ્ઞાનરૂપે પરિણમેલા નિજ આત્માને પ્રતિભાસ થતું રહે તે અનંતદર્શનનું સ્વરૂપ છે.
પ્રશ્ન ૯ : અનંત આનંદનું શું સ્વરૂપ છે?
ઉત્તર : જ્યાં લેશમાત્ર પણ આકુળતા નથી રહી એવી પરમ નિરાકુળતાને અનંત જ્ઞાન દ્વારા જ્યાં અનુભવ થઈ રહ્યો છે તેવા સહજ શુદ્ધ પરમ આનંદને અનંત આનંદ કહે છે. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org