SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૩૭ શું એલક સકળચારિત્રના ધારણ કરનારા નથી? ઉત્તર : જે કે એલક મુનિવની તદ્દન નજીક છે તે પણ ખંડવસ્ત્રને પરિગ્રહ હોવાથી તે સકળચારિત્રના ઘારણ કરનાર નથી. પ્રશ્ન ૩૮ : શું આ સકળચારિત્રનું પાલન જ મુમુક્ષુનું ર્તવ્ય છે? ઉત્તર : આ સકળચારિત્ર સરાગચારિત્ર અથવા વ્યવહારચારિત્ર છે તેથી સાધ્ય નથી પરંતુ સાધ્ય નિશ્ચયચારિત્રનું સાધન છે. હવે, આ વ્યવહારચારિત્ર દ્વારા સાધ્ય જે નિશ્ચયચારિત્ર છે તેનું વર્ણન કરે છે. बहिरभंतर किरियारोहा भवकारणपणासहूं । णाणिस्स जं जिणुत्तं तं परमं सम्मचारित्तं ॥४६॥ અન્વય : માણારર્દ રસ વદમંમર જિરિયો जं जिणुत्तं तं परमं सम्मचारित्तं । અનુવાદ : સંસારના કારણેના નાશ માટે, જ્ઞાની જીવને, બાહ્ય અને આત્યંતર ક્રિયાઓને જે નિષેધ જિનેન્દ્રદેવે કહ્યો છે તે નિશ્ચય સમ્યગરિત્ર છે. પ્રશ્ન ૧ : સંસાર કોને કહે છે? ઉત્તર : જુના શરીરને છોડીને નવા નવા શરીરને ગ્રહણ કરવા તથા ભિન્ન ભિન્ન ચાનિ અને કુળમાં ભ્રમણ કરતા થક વિકલ્પના દુઃખને ભોગવવા તેને સંસાર કહે છે. પ્રશ્ન ૨ : સંસારના કારણ કયા કયા છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy