________________
गाथा ४५
४२९
પ્રશ્ન ૩ર : બ્રહ્મચર્ય પ્રતિમા કોને કહે છે?
ઉત્તર : મન, વચન, કાયાથી સ્વસ્ત્રી વિષેના કામભાવને સર્વથા ત્યાગ કરી દે તે બ્રહ્મચર્ય પ્રતિમા છે.
પ્રશ્ન ૩૩ : આરંભત્યાગ પ્રતિમા કેને કહે છે?
ઉત્તર : આરંભ અને વ્યાપારને ત્યાગ કરે તે આરંભત્યાગપ્રતિમા છે. આરંભત્યાગપ્રતિમાધારી શ્રાવક ધનનું નવીન ઉપાર્જન કરતું નથી તથા બળદગાડી, ઘોડાગાડી, ઘોડો હાથી, ઊંટ વગેરે સવારીનો ત્યાગ કરી દે છે.
પ્રશ્ન ૩૪ : પરિગ્રહત્યાગ પ્રતિમા કેને કહે છે?
ઉત્તર : આવશ્યક વસ્ત્ર–પાત્ર સિવાયના બધા પરિગ્રહને ત્યાગ કરી દે તેને પરિગ્રહત્યાગપ્રતિમા કહે છે.
પ્રશ્ન ૩પ : અનુમતિત્યાગ પ્રતિમા કેને કહે છે?
ઉત્તર : ગૃહકાર્ય, આરંભ, વ્યાપાર, ભોજન વ્યવસ્થા વગેરેની અનુમતિને પણ ત્યાગ કરે તેને અનુમતિત્યાગ પ્રતિમા કહે છે.
પ્રશ્ન ૩૬ : ઉષ્ટિઆહારત્યાગ પ્રતિમા કેને કહે છે?
ઉત્તર : આહાર લેનાર પાત્રને માટે જ બનાવેલા આહારને ત્યાગ કરી દે તેને ઉદિષ્ટઆહારત્યાગ પ્રતિમા કહે છે. આ પ્રતિમાના ધારક બે પ્રકારે છેઃ (૧) ક્ષુલ્લક (૨) એલક. જે ક્ષુલ્લક છે તે એક લંગોટ અને એક ચાદર રાખે છે. જીવદયાને માટે પીંછી અથવા મૃદુવસ્ત્ર રાખે છે, કારથી–અસ્ત્રાથી વાળ ઉતારે છે અથવા કેશવાચ કરે છે. એક માત્ર લંગોટ જ ધારણ કરે છે, જીવદયાને માટે કેવળ પછી જ રાખે છે. કેશલેચ કરે છે. વાળ કપાવતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org