________________
४२६
द्रव्यसंग्रह प्रभोत्तरी टीका ઉત્તર : ચારિત્રમાં જે રાગાદિ–પરિહાર અને આત્મતત્ત્વના મનન, અવેલેકન વગેરે પ્રયત્ન છે તે અનુપચરિત વ્યવહારનય અથવા અશુદ્ધ નિશ્ચયનયથી ચારિત્ર છે.
પ્રશ્ન ૧૭ : સંયમસંયમને ચારિત્ર કહેવાય કે નહીં?
ઉત્તર : સંયમસંયમ એકદેશ વ્યવહાર ચારિત્ર છે. જે સમ્યગદ્રષ્ટિ મનુષ્ય અથવા તિર્યંચને ત્રસવને તે ત્યાગ છે પરંતુ જે બાકીના પાંચ સ્થાવર જીવોના ઘાતને ત્યાગ કરી શકતા નથી તેને સંયમસંયમ હોય છે. સમસ્ત સંય માસંયમ સરાગચારિત્રને એક ભાગ છે.
પ્રશ્ન ૧૮ : શું સંચામાસંયમના બધા સ્થાનમાં પાંચ સ્થાવર જીના ઘાતને ત્યાગ નથી હોતો ?
ઉત્તર : સંયમસંયમના ઉપરના સ્થાનમાં જો કે સ્થાવરને ઘાત રોકાઈ જાય છે છતાં પણ સર્વથા ત્યાગનો નિયમ મહાવ્રતમાં હોય છે.
પ્રશ્ન ૧૯ સંયમસંયમના સ્થાન કેટલાં છે ?
ઉત્તર : સંયમસંયમના અસંખ્યાત સ્થાન છે પણ જે તેમને સંક્ષેપમાં શ્રેણિબદ્ધ કરીએ તે તેમની ૧૧ શ્રેણિઓ બનાવી શકાય. આ શ્રેણિઓને પ્રતિમા (પ્રતિજ્ઞા) પણ કહે છે.
પ્રશ્ન ૨૦ : અગિયાર પ્રતિમાઓ કઈ કઈ છે?
ઉત્તર : શ્રાવકની અગિયાર પ્રતિમાઓ આ પ્રકાર છેઃ (૧) દશર્ન પ્રતિમા (૨) વ્રત પ્રતિમા (૩) સામયિક પ્રતિમા પ્રેષધ પ્રતિમા (૫) સચિત્તયાગ પ્રતિમા (૬) રાત્રિભેજનત્યાગ અથવા દિવામથુનત્યાગ પ્રતિમા (૭) બ્રહ્મચર્ય પ્રતિમા (૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org