________________
નાથા ૪રૂ
४१५
કહેવાય છે. જ્યાં અર્થ વિકલ્પ છે તે જ્ઞાન છે તેથી નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન છે.
દર્શન સર્વથા નિર્વિકલ્પ હોય છે. તે કઈ પણ ગુણ, પર્યાય, સામાન્ય, વિશેષ વગેરેને ગ્રહણ કરતું નથી. સાદા શબ્દોમાં કહી શકાય કે કઈ પણ જ્ઞાનપ્રાપ્તિને માટે જે પ્રતિ પ્રતિભાસાત્મક ઉદ્યમ છે તે દર્શન છે.
આ પ્રકારે, જે કે નિર્વિકલ્પ–સ્વસંવેદન અને દર્શનનો વિષય આત્મા છે તે પણ તેમાં સ્વલ્પકૃત મહાનું અંતર છે.
પ્રશ્ન ૧૪ઃ જે દર્શનને વિષય સંપૂર્ણપણે આત્મા જ છે તે ચક્ષુદર્શન વગેરેનું શું તાત્પર્યા?
ઉત્તર : ચક્ષુદર્શનને અર્થ ચક્ષુ-ઈન્દ્રિયથી દેખવું એ નથી થતો, ચક્ષુ-ઇન્દ્રિયથી જેવું તે તે જ્ઞાન છે. ચક્ષુદર્શનને અર્થ તે એ છે કે ચક્ષુ-ઈન્દ્રિયથી ઉત્પન્ન થતા જ્ઞાન પહેલા, તે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલ આત્મભાસપ પ્રત્યન અને તેને જ ચક્ષુ-દર્શન કહે છે. આ પ્રકારે અન્યક્ષુદર્શન વગેરેના સંબંધમાં પણ સમજી લેવું.
આ પ્રશ્ન ૧૫ : જ્ઞાનને તે સ્વપરપ્રકાશક કહેવાય આવ્યું છે તે પછી અહીં જ્ઞાનને માત્ર પરગ્રાહક કેમ કહેવામાં આવે છે?
ઉત્તર : જે લેકે જ્ઞાન અને દર્શન એવી બે શક્તિઓ ન માનતા થકા માત્ર જ્ઞાનશક્તિને જ માને છે અને વળી તે જ્ઞાનને માત્ર પરગ્રાહક જ માને છે તેમને પ્રતિબંધ કરવા માટે જ્ઞાનને સ્વપરપ્રકાશક બતાવ્યું છે અર્થાત્ જ્ઞાનને આત્મા અને પર બન્નેને પ્રકાશક કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org