SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ४०२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : કામ, કોધ, માયા વગેરેનું આચરણ કરવાવાળા અને દેવ નામથી પ્રસિદ્ધ જીવની સેવા, ભક્તિ, ઉપાસના, સ્તુતિ વગેરે કરવા તે કુદેવ અનાયતન છે. પ્રશ્ન ૬૮ : કુદેવસેવક અનાયતન કેને કહે છે? ઉત્તર ઃ કુદેવેની સેવા ભક્તિ કરવાવાળા માણસની સંગતિ, સમ્મતિ, પ્રીતિ, અનુમતિ વગેરેમાં જોડાવું તેને કુદેવસેવક અનાયતન કહે છે. આ પ્રશ્ન ૯ : નિશ્ચયથી અનાયતન એટલે શું? ઉત્તર : નિશ્ચયથી મિથ્યાત્વ, રાગ અને દ્વેષ અનાતન છે. આ વિભાવભાવની રૂચિ અને પ્રવૃત્તિને ત્યાગ જ અનાયતન સેવાને ત્યાગ છે. પ્રશ્ન ૭૦ : ત્રણ મૂઢતા કઈ કઈ છે? ઉત્તરઃ (૧) દેવમૂઢતા (૨) લોકમૂઢતા (૩) પાખંડીમૂહતા. પ્રશ્ન ૭૧ : દેવમૂઢતા કોને કહે છે? ઉત્તર : નિર્દોષ, સર્વજ્ઞ, સહજાનંદમય પરમાત્માના સ્વરૂપને ન જાણીને લૌકિક પ્રજનવશ રાગી, દ્વેષી, ક્ષેત્રપાલ, ભેરવ, ભવાની, શીતળા વગેરે મુદેવની આરાધના કરવી તેને દેવમૂઢતા કહે છે. પ્રશ્ન ૭૨ : લેકમૂઢતા કોને કહે છે? ઉત્તર નદીનાન, તીર્થસ્નાન, વડની પૂજા, અગ્નિપાત, ગિરિપાત વગેરેને પુણ્યનું કારણ માનવું અને તે પ્રમાણે પ્રવર્તવું તે લોકમૂઢતા છે. પ્રશ્ન ૭૩ : પાખંડીમૂઢતા કેને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy