SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ३९६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અંતતત્વની ભાવનાથી ઉત્પન્ન સહજ આનંદમાં તૃપ્ત રહેવું તે નિશ્ચય-નિઃ કાંક્ષિત અંગ છે. પ્રશ્ન ૩૧ : વ્યવહારનિર્વિચિકિત્સત્વ કોને કહે છે? ઉત્તર : ધર્મભૂષિત ભવ્ય આત્માઓના મલિન અને થાકેલાં શરીરને જોઈને ગ્લાનિ ન કરવી અને યથાશક્તિ સેવાચિકિત્સા કરવી તે વ્યવહાર-નિર્વિચિકિત્સત્વ અંગ છે. અર્થાત્ પિતા ઉપર આવી પડેલી સુધા વગેરે આપત્તિઓમાં શેક ન કરો તે પણ નિર્વિચિકિત્સત્વ અંગ છે. પ્રશ્ન ૩ર : નિશ્ચયનિર્વિચિકિત્સત્વ અંગ કેને કહે છે? ઉત્તર : રાગદ્વેષાદિ વિકલ્પને છેડીને, નિજ સમયસારની સમુખ રહેવું તે નિશ્ચયનિર્વિચિકિત્સત્વ અંગ છે. પ્રશ્ન ૩૩ : વ્યવહાર -અમૂહદ્રષ્ટિ અંગ કેને કહે છે? ઉત્તર : મોક્ષમાર્ગની બહાર વર્તતા કુગુરૂઓ દ્વારા પ્રણીત સુવિધા, વ્યંતર વગેરે દ્વારા કરવામાં આવતા આશ્ચર્ય કારક ચમત્કારે દેખીને કે સાંભળીને મૂઢભાવથી કે ધર્મભાવથી તેમાં રુચિ, ભક્તિ વગેરે ન કરવાં તે વ્યવહાર અમૂઢદ્રષ્ટિ અંગ છે. પ્રશ્ન ૩૪ : નિશ્ચયઅમૂહદ્રષ્ટિ અંગ કોને કહે છે? ઉત્તર : શરીર, કર્મ, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, સંકલ્પવિકલ્પમાં ઇષ્ટબુદ્ધિ, ઉપાદેયબુદ્ધિ, અહં બુદ્ધિ અને મમત્વને છેડીને નિજશુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ કરવી તે નિશ્ચય અમૂદ્રષ્ટિ અંગ છે. પ્રશ્ન ૩૫ : વ્યવહારઉપગૂહન અંગ કેને કહે છે? ઉત્તર : અજ્ઞાની કે અસમર્થ જીના નિમિત્તથી જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy