________________
गाथा ३८
३८१
ઉદયવશ શુદ્ધાત્મામાં ઉપગ લગાવી શકતો નથી ત્યારે “હું શુદ્ધાત્મભાવનાના વિરોધી વિષય-કષાયમાં ન જતું રહ્યું અને શીધ્ર જ શુદ્ધાત્મભાવના સન્મુખ થઈ જાઉં” તે માટે જેમને શુદ્ધસ્વભાવ વિકસી ગયું છે અને વિકસી રહ્યો છે તેવા પરમાત્મા, શ્રીગુરૂઓ વગેરેની પૂજા, ગુણસ્તુતિ, દાનાદિ વગેરેમાં ભક્તિરૂપે પ્રવર્તે છે પરંતુ લક્ષ્ય તે શુદ્ધાત્માને જ રહે છે, આ પ્રમાણે સમ્યગદષ્ટિને પુણ્યભાવ થઈ જાય છે.
પ્રશ્ન ૨૧ : શું આ પુણ્યથી સમ્યગ્દષ્ટિ પુરૂષને સંસાર નથી વધતે ?
ઉત્તર : સમ્યગદ્રષ્ટિએ પણ પુણ્યના ફળમાં મળે છે તે સંસાર પરંતુ સંસારની વૃદ્ધિ થતી નથી. સમ્યગદ્રષ્ટિ મૃત્યુ પછી પુણ્યના ફળમાં દેય બને છે, અને તીર્થંકરપ્રભુના સાક્ષાત દર્શન કરીને “આ તે જ દેવ છે, એજ સમવસરણ છે જે પૂર્વે સાંભળ્યું હતું” વગેરે ભાવથી ધર્મપ્રદ વધારે છે અને કદાચિત્ ભેગોને અનુભવ કરીને પણ તેમાં આસક્ત થતું નથી. પછી સ્વર્ગથી રચવીને, મનુષ્ય થઈ યથાસંભવ તીર્થકરાદિ પદવી પ્રાપ્ત કરીને પુણ્ય પાપરહિતનિજ શુદ્ધાત્મતત્વના ધ્યાનના બળથી મોક્ષ પ્રાપ્ત કરે છે.
પ્રશ્ન ૨૨ઃ પુણ્ય અને પાપ તત્ત્વમાં ભેદ કેમ નથી બતા ?
ઉત્તર : પુણ્ય અને પાપ તત્વને અંતર્ભાવ આસ્રવતત્વમાં થઈ જાય છે. આ સ્ત્રય બે પ્રકારના હોય છે, પુણ્યાશ્રવ અને પાપાશ્રવ. તેથી, સામાન્ય વિવેક્ષાથી, આશ્રવતત્ત્વ જ કહેવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org