________________
गाथा ३६
३७१
ઉત્તર : ઈચ્છાનિધિને તપ કહે છે, જ્યારે ઈચ્છા કે નેહરૂપ ચિકાશ ન રહે ત્યારે કર્મસમૂહ રેતીની માફક સ્વયં ખરી પડે છે.
પ્રશ્ન ૬: કર્મસમૂહ ગમે તેમ ખરી પડે છે કે કઈ વ્યવસ્થા સહિત ખરે છે?
ઉત્તર : કર્મ દ્રવ્ય શ્રેણિનિજરના કમથી ખરી પડે છે. આ શ્રેણિનિર્જરાનું સ્વરૂપ લબ્ધિસાર–ક્ષપણુસાર ગ્રંથેથી જાણવું અહીં વિસ્તારભયથી લખ્યું નથી.
પ્રશ્ન ૭ : નિર્જરા કેટલા પ્રકારની છે?
ઉત્તર ઃ નિર્જરાના બે પ્રકાર છે ભાવનિર્જરા અને દ્રવ્યનિર્જરા.
પ્રશ્ન ૮ : ભાવનિર્જરા કોને કહે છે?
ઉત્તર : જે આત્મપરિણામથી કર્મો ખરી પડે તે આત્મપરિણામને ભાવ નિર્જરા કહે છે.
પ્રશ્ન ૯ : દ્રવ્યનિર્જરા કેને કહે છે? ઉત્તર : કર્મોનું ખરી પડ્યું તેને દ્રવ્યનિર્જરા કહે છે. પ્રશ્ન ૧૦ : સંવરપૂર્વક નિર્જરાનું મુખ્ય કારણ શું છે?
ઉત્તર : સંવરપૂર્વક નિર્જરાનું મુખ્ય કારણ તપ છે અને જે પરિણામે સંવરના કારણરૂપ છે તે બધાં નિર્જરાનાં પણ કારણરૂપ છે.
પ્રશ્ન ૧૧ : નિર્જરા શું માત્ર પાપકર્મોની જ થાય છે કે પાપ-પુણ્યરૂપ બને કર્મોની ?
ઉત્તરઃ સરગસમ્યગદષ્ટિ અને મુખ્યપણે પાપકર્મોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org