________________
३७०
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
પ્રશ્ન ૨ : પિતાને સમય પાકતાં ફળ આપીને ખરી જવાવાળાં કર્મોની નિર્જરામાં પણ શું શુદ્ધાત્મસંવેદનપરિણામની
જરૂર છે?
ઉત્તર : જરૂર તે નથી, પરંતુ સમય પાકતાં થવાવાળી નિર્જરા પણ જે શુદ્ધાત્મસંવેદનપરિણામ સહિત થાય છે તે સંવરપૂર્વકની નિર્જરા થવાથી મોક્ષમાર્ગવાળી (અવિપાક, બુદ્ધિપૂર્વા) નિર્જરા કહેવાય છે.
પ્રશ્ન ૩ : જે અશુદ્ધ-સંવેદન સહિત સમય પાકતાં થવાવાળી નિર્જરા થાય તે તે શું નિર્જરા નથી?
ઉત્તર : અશુધસંવેદન સહિત યથાકાળ જે નિર્જ થાય છે તે અજ્ઞાની જનેની નિર્જશ છે. તેવી નિર્જરાને સામાન્ય રીતે “ઉદય’ શબ્દથી કહેવામાં આવે છે. તેમાં ખરે છે તો થોડાં દ્રવ્યકર્મો અને બહુ વધારે દ્રવ્યકર્મોને બંધ થાય છે. આ મોક્ષમાર્ગ–સંબંધી નિર્જરા નથી, અને આ પ્રકરણમાં તે (સવિપાક, અબુદ્ધિપૂર્વા) નિર્જરા વિવક્ષિત નથી.
પ્રશ્ન ૪ : અજ્ઞાની જીવને, કાળ પાડ્યાં પહેલાં પણ નિર્જરા તે થાય છે, તેને શું કહેશે?
ઉત્તર : આ પ્રકારે ઉદયકાળ પહેલાં થતી નિર્જરાને ઉદીરણું કહે છે. આ ઉદીરણ અશુભ-પ્રકૃતિઓની થાય છે, અજ્ઞાની જીવ તે વખતે સંકલેશપરિણામને વશ થાય છે અને અધિક વેદના ઉત્પન્ન કરતી જાય છે.
પ્રશ્ન ૫ : તપ વડે સમય પાક્યાં પહેલાં કર્મો કેમ ખરી જાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org