________________
અવ આદિ નાથામાં જાકરના સંબ
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका હવે જીવ આદિ નવ અધિકારોનું સૂચન કરનારી આ બીજી ગાથા પૂરી થયે, બાર ગાથાઓમાં આ નવ અધિકારોનું વર્ણન કરશે, જેમાં પ્રથમ જીવ – અધિકારના સંબંધમાં ગાથા કહે છે :तिकाले चदुपाणा इन्द्रियबलमाउआणपाणो य। ववहारा सेो जीवो णिच्छयणयदा दु चेदणा जस्स ॥३॥ अन्वय : ववहारा जस्स तिकाले चदु पाणा इन्द्रिय बलं आउ य
__आणपाणी सो जीवो णिच्चयणयदा दु चदणा से जीवो।
અર્થ : વ્યવહારનયથી જેને ત્રણ કાળમાં ઈન્દ્રિય બળ, આયુ, શ્વાચ્છોશ્વાસ એ ચાર પ્રાણુ હોય તે જીવ છે, પરંતુ નિશ્ચયનયથી જે ચેતનાયુક્ત હોય તે જીવ છે.
પ્રશ્ન ૧ : જે જીવને સંસારી અવસ્થામાં તે ચાર પ્રાણુ હતા, પરંતુ હવે મુક્ત-અવસ્થામાં તે પ્રાણેને અભાવ છે તે વ્યવહારનયથી તે શું જીવ કહેવાય કે નહીં?
ઉત્તર : ત્રણે કાળમાં હોય, અથવા માત્ર ભૂતકાળમાં હતા અને હમણું નથી તે પણ, ભૂતકાળમાં હોવાથી તેનું ગ્રહણ થઈ જાય છે. એવો “તિર્લ્ડ” શબ્દને ભાવાર્થ છે. એથી એમ સિદ્ધ થયું કે મુક્ત જીવને વર્તમાનમાં પ્રાણ નથી તે પણ ભૂતકાળમાં હતા તેમ વ્યવહારનય વડે સમજતાં તે પણ જીવ છે. (મુક્તાત્મા પણ જીવ છે.)
પ્રશ્ન ૨ ઃ ઈન્દ્રિયપ્રાણ કેને કહેવાય?
ઉત્તર : દ્રવ્યેન્દ્રિના નિમિત્તથી ઉત્પન્ન થયેલ ક્ષાપશમિકભાવ ઈન્દ્રિયપ્રાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org