SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ - गाथा ३ २१ છે અથવા સકળકર્મક્ષય થતાં જ ઉર્ધ્વગમન સ્વભાવને લીધે એક જ સમયમાં એકદમ જીવ ઉર્ધ્વદિશામાં જ રહે છે. આ પ્રશ્ન ૫૫ : આ જીવ ઉપર કયાં સુધી જાય છે? ઉત્તર : મુક્ત જીવ લેકના અંત સુધી જાય છે તેનાથી આગળ ધર્માસ્તિકાયનું નિમિત્ત ન હોવાથી તે પિતાના સ્વતંત્ર અવસ્થાનથી ત્યાં નિશ્ચળ થઈ જાય છે. પ્રશ્ન પ૬ : એમ હોય તે પછી મુક્તનું ગમન પણ પરાધીને કર્યું? ઉત્તર : પરાધીન તે ત્યારે કહેવાય કે ધર્માસ્તિકાય મુક્ત જીવને પિતાની પરિણતિથી ચલાવે, પરંતુ મુક્ત જીવ પિતાના સ્વભાવથી પિતાની પરિણતિથી ગમન કરે છે ત્યાં ધર્માસ્તિકાય નિમિત્તમાત્ર છે. . પ્રશ્ન પ૭ : આ બધાય વર્ણનથી આપણે શું સારભૂત શીખવા એગ્ય છે? ઉત્તર : આવી વિવિધ અવસ્થાએ રૂપે જે થાય છે તેવા એક વિશુદ્ધ રમૈતન્યસ્વરૂપ જીવ તત્વ ઉપર લક્ષ કરવું છે જેથી નિર્મળ જ્ઞાન આનંદરૂપ અવસ્થાને પ્રવાહ શરૂ થઈ જાય. પ્રશ્ન પ૮ : (જે એમ હોય) તે પછી આ એક જ સારભૂત (આત્મ)તત્વનું વર્ણન કરવું હતું બીજા અધિકારના વર્ણનથી શું પ્રયોજન? ઉત્તર : જીવ તત્વની વ્યવહાર અવસ્થાઓને જ જે બરાબર ના સમજે તે પર્યાયઅન્વયી (અવિનાભાવી) જીવદ્રવ્યને સમજવાની પાત્રતા ક્યાંથી લાવશે? એટલા માટે, આ અવસ્થાઓનું વર્ણન પણ એ પ્રજનથી જરૂરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy