SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३५ ३६५ પ્રશ્ન ૨૮૪ : મળપરીષહજય કેને કહે છે? ઉત્તર : પરસેવાના મેલથી દાદર, ખૂજલી, ખરજવું વગેરેની અનેક વેદનાઓ થવા છતાં તે પીડા તરફ લક્ષ્ય ન દેવું, જીવદયાના ભાવથી ખંજવાળવું, ઘસવું વગેરેમાં ન પ્રવતી કર્મમળ દૂર કરવાવાળા સ્વાનુભવરૂપ તપમાં લીન રહેવું તેને મળપરિષહજ્ય કહે છે. પ્રશ્ન ૨૮૫: સત્કારપુરસ્કાર પરીષહજય કેને કહે છે? ઉત્તર : બીજા દ્વારા પ્રશંસા, સન્માન વગેરે થતાં પ્રસન્ન ન થવું અને નિંદા, અપમાન વગેરે થતાં ક્રોધ ન કરે, અનેક ચતુરાઈ, તપ વગેરે હોવા છતાં મને કેઈમાનતું નથી એ ભાવ ન લાવ અને નિજ ચૈતન્યસ્વભાવના મહિમમાં લાગી રહેવું તે સત્કારપુરસ્કાર પરીષહજય છે. પ્રશ્ન ૨૬ : પ્રજ્ઞાપરીષહજ્ય કેને કહે છે? ઉત્તર : મિથ્થાબુદ્ધિવાળાઓ ઉપર વિજય પ્રાપ્ત થવા છતાં પણ, અનેક વિદ્યામાં પારંગત હોવા છતાં પણ ગર્વ ન કરે અને નિજવિજ્ઞાનઘન સ્વભાવમાં ઉપયુક્ત રહેવું તેને પ્રજ્ઞા પરિષહજ્ય કહે છે. પ્રશ્ન ૨૮૭: અજ્ઞાનપરીષહજય કોને કહે છે? ઉત્તર : અનેક પ્રકારનાં તપ દીર્ઘકાળ સુધી કર્યા છતાં પણ મને અવધિજ્ઞાન વગેરે વિશિષ્ટ જ્ઞાન ન થયાં, ઉલટા લોકો મને મંદબુદ્ધિ, મૂર્ખ વગેરે કહે છે એ આદિ પ્રકારે અજ્ઞાનજનિત ખેદ ન કરે અને જ્ઞાન સામાન્ય સ્વભાવની દૃષ્ટિ દ્વારા પ્રસન્ન રહેવું તેને અજ્ઞાનપરીષહ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy