________________
३६४
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : કોઈ ચોર, ડાકુ, દુશ્મન વગેરે દ્વારા મારઝૂડ, પ્રાણઘાત વગેરે થવા છતાં પણ અવધ્ય આત્મસ્વરૂપના અનુભવમાં સ્થિર રહેવું તેને વધારીષહજય કહે છે.
પ્રશ્ન ૨૮૦ : યાચનાપરીષહજય કેને કહે છે ?
ઉત્તર : ગમે તેટલી, રેગ કે ભૂખની વેદના થવા છતાં પણ ઔષધ-આહારની યાચના કે ઈશારે આદિ ન કરવાં અને ચૈતન્યસ્વભાવના વૈભવની દૃષ્ટિથી સંતુષ્ટ રહેવું તેને યાચનાપરીષહજય કહે છે.
પ્રશ્ન ૨૮૧ : અલાભપરીષહજય કેને કહે છે ?
ઉત્તર : ગમે તેટલી વેદનાને પ્રસંગ આવી પડયાં છતાં પણ, ઔષધ આહાર વગેરેને અલાભ થવા છતાં પણ, લાભ કરતા અલાભ જ કલ્યાણકારી જાણુને ધીરજ ન છોડવી અને આત્મલાભથી તૃપ્ત રહેવું તેને અલાભપરીષડજય કહે છે.
પ્રશ્ન ૨૮૨ : રેગપરીષહજય કોને કહે છે ?
ઉત્તર : કષ્ટ વગેરેને અનેક પ્રકારે દેવાવાળા દુઃસહ રેગો થવા છતાં, દ્ધિબળથી તે નિવારવાની શક્તિ હવા છતાં, નિર્વિકલ્પ સમાધિની રુચિને કારણે, પ્રતિકાર ન કરે અને સમતાથી રહીને, નિરામય આત્મસ્વભાવના લક્ષ્યથી ચલિત ન થવું તે રોગપરીષહજ્ય છે.
પ્રશ્ન ૨૮૩ : તૃણસ્પર્શપરીષહજય કોને કહે છે ?
ઉત્તર : અણીવાળું ઘાસ, કાંકરાવાળી પથ્થરમય ભૂમિ, શિલા વગેરે પર વિહાર કે વ્યાધિથી ઉત્પન્ન થયેલ શ્રમના નિવારણ અર્થે બેસતી-સૂતી વખતે ખેદ ન માનો અને સ્વરૂપસ્પર્શ તરફ ધ્યાન રાખવું તેને તૃણસ્પર્શ પરીષહજ્ય કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org