________________
गाथा ३५
દેવનું આયુષ્ય વધતું જાય છે. દેવિયે આઠ કલ્પે સુધી જ હોય છે, અને તેમના આયુષ્ય પલ્યપ્રમાણ વધે છે. બધી દેવિયે પહેલા કલ્પમાં જ જન્મે છે. બધા વિમાનમાં અકૃતિમ જિનઅત્યાલય છે.
પ્રશ્ન ૨૪૪ : બીજા કલ્પની રચના કેવી છે?
ઉત્તર : પ્રથમ કલ્પથી ઉપર દોઢ રાજુ પ્રમાણ સુધી બીજા કલ્પમાં સાત પટલો છે. આમાં દક્ષિણેન્દ્ર સનકુમાર ઈન્દ્ર છે અને ઉત્તરેન્દ્ર મહેન્દ્ર ઈન્દ્ર છે. દક્ષિણ વિભાગના નામ સાનકુમાર સ્વર્ગ છે ઉત્તર વિભાગના નામ માહેન્દ્ર સ્વર્ગ છે.
પ્રશ્ન ૨૪૫ : ત્રીજા કલ્પમાં કેવી રચના છે?
ઉત્તર : તૃતીય કલ્પમાં ચાર પટલ છે, દક્ષિણ વિભાગના બ્રહ્મસ્વર્ગ કહેવાય છે અને ઉત્તર વિભાગના બ્રહ્મોત્તરસ્વર્ગ કહેવાય છે. બીજ કલ્પથી ઉપર અર્ધા રાજીપ્રમાણ આ કલ્પ આવેલો છે. આ કલ્પને એક જ ઈન્દ્ર છે જેને બ્રહ્મ કહે છે. - પ્રશ્ન ૨૪૬ : ચોથા કલ્પની કેવી રચના છે?
ઉત્તર : ત્રીજા કલ્પથી ઉપર અર્ધા રાજુ સુધી એથે કલ્પ આવેલો છે. આમાં બે પટલ છે. તેના દક્ષિણ વિભાગનું નામ લાન્તવસ્વર્ગ છે અને ઉત્તર વિભાગનું નામ કાપિષ્ટ સ્વર્ગ છે. આને લાન્તવ નામને એક જ ઈન્દ્ર છે.
પ્રશ્ન ૨૪૭ : પાંચમાં કલ્પની રચના કેવી છે?
ઉત્તર : ચોથા કલ્પથી ઉપર અર્ધા રાજુપ્રમાણુ આકાશ સુધી પાંચમે કલ્પ છે. આમાં એક પટલ છે. આના દક્ષિણ
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org