________________
गाथा ३५
३२१
પ્રશ્ન ૧૩૪ : પાણિપિ’ડપતન અંતરાય કોને કહે છે? ઉત્તર : ભાજન કરતાં સાધુના હાથમાંથી કાળીયા પડી જવા તેને પાણિપિ’ડપતન અંતરાય કહે છે.
પ્રશ્ન ૧૩૫ : પાણિજ તુવધ અંતરાય કોને કહે છે? ઉત્તર : ભોજન કરતાં સાધુના હાથ પર કોઈ જીવ સ્વયં આવીને મરી જાય તેને પાણિજતુવધ અંતરાય કહે છે. પ્રશ્ન ૧૩૬ : માંસદનાદિ અંતરાય ક્યારે થાય છે? ઉત્તર : ભોજન કરતાં સાધુને માંસ, મદ્ય વગેરે વસ્તુઓ દેખાઈ જાય તેને માંસદનાદિ અતરાય કહે છે.
પ્રશ્ન ૧૩૭ : ઉપસર્ગ નામના અંતરાય કઈ રીતે છે? ઉત્તર : ભોજન કરતી વખતે દેવ, મનુષ્ય કે તિખેંચદ્વારા ઉપસર્ગ કરવામાં આવે તે ઉપસ અંતરાય છે.
પ્રશ્ન ૧૩૮ : પાદાંતરપ’ચેન્દ્રિયગમન અંતરાય કાને કહે છે?
ઉત્તર : ભોજનાથે ચાલતાં અથવા ભોજનસમયે મુનિના એ પગ વચ્ચેથી કોઈ પચેન્દ્રિય પસાર થઈ જાય તેને પાદાંતરપંચેન્દ્રિયગમન અ'તરાય કહે છે.
પ્રશ્ન ૧૩૯ : ભોજનસંપાત અંતરાય કોને કહે છે? ઉત્તર : સાધુને આહાર આપવાવાળી વ્યક્તિના હાથમાંથી વાસણ વગેરે પડી જાય તે ભોજનસંપાત અંતરાય કહેવાય છે. પ્રશ્ન ૧૪૦ : ઉચ્ચાર અંતરાય કોને કહે છે?
ઉત્તર : ભોજન માટે જતાં કે ભોજન કરતાં સાધુને વિષ્ટા આદિ થઈ જવા તેને ઉચ્ચાર નામના અંતરાય કહે છે.
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org