________________
३०४
द्रव्यसंग्रह प्रभोत्तरी टीका ઉત્તર : આમાં પણ દાતાને સંકલેશ થાય છે તેથી આવા આહારમાં અદયાને દેષ આવે છે.
પ્રશ્ન ૩૮ ૪ નિષિદ્ધ દોષ કેને કહે છે?
ઉત્તર : કઈ વડે અમુક વસ્તુ ન આપવી જોઈએ એમ કહેવાં છતાં સાધુઓને તે આહારમાં આપવામાં આવે તેને નિષિદ્ધ દોષ કહે છે. નિષેધના ભેદથી આ દેષ છ પ્રકારને છે. તે નિષેધના પ્રકાર નીચે પ્રમાણે છે. (૧) વ્યક્ત ઈશ્વર (૨) અવ્યક્ત ઈશ્વર (૩) ઉભય ઈશ્વર. (૪) વ્યક્ત અનીશ્વર (૫) અવ્યક્ત અનીશ્વર (૬) ઉભય અનીશ્વર નિરપેક્ષ અધિકારીને વ્યક્ત ઈશ્વર, સાપેક્ષ અધિકારીને અવ્યક્ત ઈશ્વર અને સાપેક્ષ-નિરપેક્ષ અર્થાત્ સંયુક્ત-અધિકારીને ઉભય ઈશ્વર કહે છે. આ જ પ્રકારે અનીશ્વર અધિકારી ને કર વગેરે) બાબત પણ સમજી લેવું.
પ્રશ્ન ૩૯ : નિષિદ્ધમાં શું દેષ આવી જાય છે? ઉત્તર : હીનતા, અશિષ્ટતા આદિ અનેક દોષ આવે છે. પ્રશ્ન ૪૦ : અભિહુત દોષ કોને કહે છે?
ઉત્તર : લાઈનમાં રહેલા સાત મકાને (દાતાનું એક, ત્રણ, તે જ લાઈનના અને ત્રણ સામી લાઈનના) ને છોડીને અન્ય કઈ પણ મહોલ્લા, ગામ, પરગામ કે પરદેશ વગેરે સ્થાનથી લાવેલા પદાર્થને અભિવ્હત કહે છે. અહિત પદાર્થના આહારને અભિહત દેષ કહે છે.
પ્રશ્ન : અભિહુત આહારમાં શું દેષ આવે છે?
ઉત્તર : આમાં ઈપશુદ્ધિ રહી શકતી નથી તેથી જીવહિંસાને દોષ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org