________________
२८६
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૫૬ : દેશવિરત ગુણસ્થાનમાં આ દસ પ્રકૃતિઓને સંવર કેવી રીતે થઈ જાય છે?
ઉત્તર : “દેશસંયમને ભાવ થવાથી અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લેભરૂપ કષાયે રહી શક્તા નથી. દેશવિરત પરિણામ સમ્યકત્વ થયા પછી જ મનુષ્ય અથવા તિર્યંચને થઈ શકે છે. આવા જીવોને આયુને બંધ થાય તે દેવ-આયુને બંધ જ થાય છે તેથી દેશવિરત જીવે દેવગતિ સિવાય અન્ય ગતિઓમાં જતાં નથી, તેથી મનુષ્યગતિ સાથે સંબંધ રાખવાવાળી છ પ્રકૃતિઓને સંવર થઈ જાય છે.
પ્રશ્ન ૬૦ : સમ્યકત્વ તે ચોથા ગુણસ્થાનમાં પણ હોય છે તે ત્યાં આ છ પ્રકૃતિઓને સંવર કેમ નથી થતું?
ઉત્તર : ચોથું ગુણસ્થાનો તે દેવ અને નારકીઓને પણ હોય છે. સમ્યગદ્રષ્ટિ દેવ કે નારકી મરીને દેવગતિમાં જઈ શક્તા નથી, માત્ર મનુષ્યગતિમાં જ ઉત્પન્ન થાય છે એ પ્રાકૃતિક (કર્મસિદ્ધાંતન) નિયમ છે. તેથી ચેથા ગુણસ્થાનમાં આ છ પ્રકૃતિએને સંવર થતા નથી. વિશેષ અપેક્ષાએ વિચારતાં તે, ચોથા ગુણસ્થાને વર્તતાં મનુષ્ય-તિર્યને જે આયુબંધ ન પડી ગયા હોય તે, સમ્યકત્વના પ્રભાવથી દેવાયુને બંધ થાય છે, અને આ રીતે જોતાં, આવા ચતુર્યગુણસ્થાનવતી મનુષ્ય-તિર્યને પણ આ છ પ્રકૃતિઓને સંવર થઈ જાય છે.
પ્રશ્ન ૬૧ : પ્રમત્તવિરત ગુણસ્થાનમાં કેટલી પ્રતિએને સંવર થઈ જાય છે?
ઉત્તર : પ્રમતવિરત ગુણસ્થાનમ પંચાવન પ્રકૃતિઓને સંવર થાય છે. આમાંની એકાવન (૫૧) તે પૂર્વે સંવૃત થયેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org