________________
गाथा ३२
२५७ પ્રશ્ન ૨૧૫ : ભૂતાર્થનયથી આ દ્રવ્યાશ્રનું જાણવું કઈ રીતે છે?
ઉત્તર : આ બધા દ્રવ્યાશ્ર પર્યા છે. કયા દ્રવ્યની પર્યાયે છે? પુદ્ગલ દ્રવ્યની તે (સઘળી પર્યા. પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થઈ છે. જેમાંથી તે ઉત્પન્ન થઈ છે તે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જતાં પર્યાયે ગૌણ થઈ જાય છે અને દ્રવ્યદ્રષ્ટિ મુખ્ય થઈ જાય છે. પછીથી દ્રવ્યદ્રષ્ટિમાં વિકલ્પને અવકાશ ન હોવાથી દ્રવ્યદ્રષ્ટિના વિકલ્પ પણ છૂટી જઈને, કેવળ સહજ આનદમય પરિણમનને અનુભવ રહી જાય છે. આ શુદ્ધઆત્મતત્વની અનુભૂતિને નિશ્ચયસઋત્વ કહે છે.
આ પ્રમાણે આશ્રવ તત્વનું વર્ણન કહીને બંધ તત્વનું વર્ણન કરે છે. बज्झदि कम्मं जेण दु चेदणभावेण भावबंधा सेो। कम्मदपतेसाणं अण्णोण्णपवेसणं इदरी ॥ ३२ અન્વય: નેળ રેમાળ જ નઢિ સો માવ दु कम्मादपदे साणं अण्णोण्णयवेसणं इदरो ।
અર્થ : જે ચેતનભાવના નિમિત્તથી કર્મ બંધાય છે તે તે ભાવબંધ છે તથા કર્મ અને આત્માના પ્રદેશને પરસ્પર પ્રવેશ થયે અર્થાત્ જોડાવું તે દ્રવ્યબંધ છે.
પ્રશ્ન ૧ : ક્યા ચેતનભાવને ભાવબંધ કહે છે? ઉત્તર : મિથ્યાત્વ, રાગ અને દ્વેષને ભાવબંધ કહે છે. પ્રશ્ન ૨ મિથ્યાત્વા આદિભાવ ભાવબંધ કેમ કહેવાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org