SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જે કર્મ કેવળજ્ઞાનને પ્રગટ ન થવા દે તેને કેવળજ્ઞાનાવરણુકર્મ કહે છે. પ્રશ્ન ૧૯ : આત્મામાં જે કેવળજ્ઞાનાદિ જ્ઞાન છે તે તેમનું આવરણ થઈ જ ન શકે અને જે ન હોય તે આવરણ કેનું થાય ? ઉત્તર : આત્મામાં કેવળજ્ઞાન આદિ (જ્ઞાન) શક્તિરૂપે છે, કર્મના નિમિત્તથી તે પ્રગટ થઈ શકતા નથી તે જ આવરણ છે. પ્રશ્ન ૨૦ : શું જ્ઞાનાવરણકર્મ નિશ્ચયથી જ્ઞાનને ઘાત કરે છે ? ઉત્તર : એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ પ્રકારનું પરિસુમન કરતું નથી, તેથી નિશ્ચયથી કર્મ જ્ઞાનને ઘાત કરતું નથી, પરંતુ એ જ સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે કે કર્મોને ઉદય હતાં આત્માના જ્ઞાન ગુણને વિકાસ થતો નથી. ઉદય પણ તેવી ગ્યતાવાળા જીવને જ હોય છે. પ્રશ્ન ૨૧ : દર્શનાવરણ કર્મ કેને કહે છે? ઉત્તર : જે આત્માના દર્શન ગુણને વિકાસ ન થવા દે તેને દર્શનાવરણ કર્મ કહે છે. પ્રશ્ન ૨૨ : દર્શનાવરણકર્મના કેટલા ભેદ છે? ઉત્તર : દર્શનાવરણકર્મના નવ ભેદ છે. (૧) ચક્ષુદર્શનાવરણ (૨) અચક્ષુદર્શનાવરણ (૩) અવધિદર્શનાવરણ (૪) કેવળદર્શનાવરણ (૫) નિદ્રા (૬) નિદ્રાનિદ્રા (૭) પ્રચલા (૮) પ્રચલા પ્રચલા (૯) સ્યાનગૃદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy