________________
२१०
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન પ૯ : ધ્રાણેન્દ્રિયવશતા કેને કહે છે?
ઉત્તર : સુગંધિત પદાર્થોને સૂંઘવાની ઈચ્છા અને પ્રવૃત્તિ કરીને શુદ્ધાત્માનુભવથી ચલિત થઈ જવું તે ધ્રાણેન્દ્રિયવશતા છે.
પ્રશ્ન ૬૦ : ચક્ષુ-ઈન્દ્રિયવશતા કોને કહે છે?
ઉત્તર : સુંદર રૂપ, નાટક, કળા વગેરે દેખવામાં રતિ કરીને શુદ્ધ આત્માના અનુભવથી ચલિત થઈ જવું તેને ચક્ષુઇન્દ્રિયવશતા કહે છે.
પ્રશ્ન ૬૧ : શ્રીન્દ્રિયવશતા કોને કહે છે?
ઉત્તર : રાગભાવ ઉત્પન્ન કરવાવાળા શબ્દ, સંગીત વગેરે સાંભળવામાં રતિ કરીને શુદ્ધ આત્માનુભવથી ચલિત થઈ જવું તે શ્રેગ્નેન્દ્રિયવશતા છે.
પ્રશ્ન ૨ ઃ નિકો-પ્રમાદ કેને કહે છે?
ઉત્તર : નિદ્રાને વશ થઈ જઈને શુદ્ધ આત્માનુભવથી ચલિત થઈ જવું તેને નિદ્રા-પ્રમાદ કહે છે.
પ્રશ્ન ૬૩ : સ્નેહ પ્રમાદ કોને કહે છે? - ઉત્તર ઃ કઈ પદાર્થ અથવા પ્રાણી (દેહધારી) ઉપર સ્નેહ કરીને શુદ્ધ આત્માનુભવથી ચલિત થઈ જવું તેને સ્નેહપ્રમાદ કહે છે.
પ્રશ્ન ૬૪ : પ્રમાદના સંયેગી ભેદ કેટલા છે?
ઉત્તર : પ્રમાદના સંયેગી ભેદ એંશી છે, ચાર વિકથા, ચાર કષાય અને પાંચ ઈદ્રિયવિષય એને પરસ્પર ગુણાકાર કરતાં (૪૪૪૪ ૫ = ૮૦) એંશી ભેદ થાય છે આ ભેદ સાથે નિદ્રા અને સ્નેહ પણ ગણું લેવા જોઈએ.
પ્રશ્ન ૬૫ : કષાયના કેટલાં ભેદ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org