SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ १९८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका માનવાને ભાવ, પરપદાર્થોને જાણવાનું લક્ષ આદિ અનેક વિપરીત પરિણામે છે. પ્રશ્ન ૩ : જીવ આશ્રવ કેને કહે છે? ઉત્તર : ભાવ આશ્રવનું બીજું નામ જીવ આશ્રવ છે. જે ભાવેનું નામ ભાવ-આશ્રવ છે તે જીવના જ પરિણામ છે. તેથી તેમને જીવ આશ્રવ કહે છે, અર્થાત્ આત્માના જે પરિણામેથી કર્મો આવે તેમને ભાવ- આશ્રવ અર્થાત્ જીવ આશ્રવ કહે છે. પ્રશ્ન : આત્મામાં ભાવ-આશ્રવ કેમ થાય છે? ઉત્તર : પૂર્વબદ્ધ કર્મોના ઉદયનું નિમિત્ત પામીને આત્મામાં ભાવ આશ્રવ થાય છે. પ્રશ્ન ૫ : ભાવ–આશ્રવ અને દ્રવ્ય-આશ્રવમાં કારણ કર્યું છે અને કાર્ય કયું છે? ઉત્તર : વર્તમાન ભાવ-આશ્રવ નવીન (આગામી) દ્રવ્ય આશ્રવનું કારણ છે, નવીન દ્રવ્ય-આશ્રવ વર્તમાન ભાવઆશ્રવનું કાર્ય છે. પ્રશ્ન : વર્તમાન ભાવ-આશ્રવનું પરંપરા કારણ શું છે? ઉત્તર : વર્તમાન ભાવ આશ્રવનું પરંપરા કારણ પૂર્વનું દ્રવ્ય-આશ્રવ છે. પ્રશ્ન ૭ : એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કારણ-કાર્ય ભાવ કેવી રીતે હેઈ શકે? ઉત્તર : ભાવ આશ્રવ જીવનું પરિણમન છે. દ્રવ્યઆશ્રવ અજીવનું પરિણમન છે, તેથી તે બેમાં નિશ્ચયથી કાર્યકારણ ભાવ નથી, પરંતુ નિમિત્તદ્રષ્ટિથી કાર્ય-કારણ ભાવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy