________________
गाथा १५
તે રૂપ, રસ, ગંધ, સ્પર્શ ચારેયના એકીકરણથી પુદ્ગલદ્રવ્ય મૂર્ત કહેવાય છે.
પ્રશ્ન ૨૦ : ધર્મ, અધર્મ, આકાશ, કાળ અમૂર્ત કેવી રીતે છે?
ઉત્તર : ધર્મ, અધમ, આકાશ અને કાળ તે ચારેય દ્રવ્ય રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત છે તેથી અમૂર્ત છે.
પ્રશ્ન ૨૧ : પરમાણુને સ્કન્ધ સાથે કેમ બંધ નથી થતું?
ઉત્તર ઃ એક પરમાણુને સ્કન્ધથી બંધ નથી થતું પરંતુ સ્કન્ધને સ્કન્ધની સાથે વિશિષ્ટ બંધ થઈ જાય છે.
પ્રશ્ન ૨ પરમાણુને પરમાણુની સાથે બંધ કેમ થઈ જાય છે?
ઉત્તર : પરમાણુને પરમાણુની સાથે સ્નિગ્ધરુક્ષ ગુણના પરિણમનને કારણે બંધ થઈ જાય છે. બે વધારે અવિભાગપ્રતિછેદ (ડીગ્રી) વાળા (સ્નિગ્ધ અથવા રૂક્ષ પરમાણુની સાથે તેનાથી બે ઓછા અવિભાગપ્રતિષ્કદવાળા સ્નિગ્ધ અથવા રક્ષ કઈ પણ પરમાણુને બંધ થઈ જાય છે. પરંતુ એક અવિભાગ પ્રતિષ્ઠદવાળા સ્નિગ્ધ અથવા રૂક્ષ કેઈ પણ પરમાણુને બંધ થતું નથી, જેમ કે જઘન્ય રાગવાળા મુનિને રાગને બંધ નથી થતું.
પ્રશ્ન ૨૩ : પરમાણુ શુદ્ધ હોય છે કે અશુદ્ધ?
ઉત્તર : પરમાણુ કેવળ એક દ્રવ્ય જ હવાની અપેક્ષાથી તે શુદ્ધ છે. જે પરમાણુ બંધ ન થાય એવી શુદ્ધતાની
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org