SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा १३ ११९ ક્રમથી ૧૦મે, મે, મે, ૭મે અને કઠે ગુણસ્થાને આવે જ છે અને જે વધારે નીચે પડે તે પહેલા ગુણસ્થાન સુધી પણ આવી શકે છે. ક્ષાયિક સમ્યગૃષ્ટિ ઉપશાંતકષાય ક્રમથી ૧૦મે, ૯મે, ટમે, ઉમે અને છઠે ગુણસ્થાને તે આવે જ છે, અને વધારે નીચે પડે તે ચોથા ગુણસ્થાન સુધી જ પડે છે. કારણ કે તેને ક્ષાયિક સમ્યકત્વ છે. ક્ષાયિક સમ્યકત્વ કદાપિ નષ્ટ થતું નથી. ઉપશાંતકષાય ગુણસ્થાનવાળાનું જે મૃત્યુ થાય તે મરણસમયે તેનું એકદમ ચોથું ગુણસ્થાન થઈ જાય છે. પ્રશ્ન ૨૮: ઉપશમશ્રેણિના બીજા ગુણસ્થાનમાં મરણ થાય છે કે નહીં ? ઉત્તર : ઉપશમશ્રેણિના બીજા ગુણસ્થાનમાં મરણ થઈ શકે છે. જે મરણ થાય તે તે તે ગુણસ્થાનેથી, મૃત્યુ પહેલાં તુરત જ, ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થઈ જાય છે. પ્રશ્ન ૨૯ : ઉપશાંતકષાય ગુણસ્થાનના કેટલા પ્રકાર છે? ઉત્તર : ઉપશાંતકષાય ગુણસ્થાન એક જ પ્રકારનું હેય છે તેમાં ઉપશમક (જીવ) જ હોય છે. પ્રશ્ન ૩૦ : ક્ષીણુ કષાય ગુણસ્થાન કેને કહે છે? ઉત્તર : ચારિત્રમેહનીયની બધી પ્રકૃતિએને ક્ષય થવાથી જ્યાં યથાખ્યાતચરિત્ર થાય, તે અકષાય નિર્મળ પરિણામને ક્ષીણકષાય-ગુણસ્થાન કહે છે. પ્રશ્ન ૩૧ : ક્ષીણ કષાય ગુણસ્થાનમાં દર્શનમેહનીયની ત્રણ અને અનંતાનુબંધીની ચાર એ સાત પ્રકૃતિએની શું સ્થિતિ હોય છે? ઉત્તર : ક્ષાયિક સમ્યગદ્રષ્ટિ જ ક્ષપકશ્રેણિ ચડે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy