________________
गाथा ११
९९ પ્રશ્ન ૯ અગ્નિકાય જીવની અવગાહના કેટલી હોય છે?
ઉત્તર : ઘનાગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ, અગ્નિકાય જીની અવગાહના હોય છે.
પ્રશ્ન ૧૦ : વાયુકાય જીવ કોને કહે છે?
ઉત્તર : વાયુ જ જેનું શરીર છે તેને વાયુકાય જીવ કહે છે. જે જીવ વાયુકાયમાં ઉત્પન્ન થવા માટે મોડાવાળી વિગ્રહગતિમાં હોય તેને પણ વાયુકાય જીવ કહે છે. તેનું શુદ્ધ નામ વાયુજીવ છે.
પ્રશ્ન ૧૧ : વાયુકાય જીવ કેટલા પ્રકારના હોય છે?
ઉત્તર : વાયુકાય જીવ અનેક પ્રકારના હોય છે જેવા કે વાત, ઉગમ, ઉત્કલિ, મણ્ડલી, મહાન ઘન, શું જા, વાતવલય વગેરે.
પ્રશ્ન ૧૨ : વાયુકાયિક જીવની અવગાહના કેટલી હોય છે?
ઉત્તર : ઘનાગુલને અસંખ્યાત ભાગ પ્રમાણ વાયુકાયિક જીની અવગાહના હોય છે.
પ્રશ્ન ૧૩ : વનસ્પતિકાય જીવ કેને કહે છે?
ઉત્તર : વનસ્પતિ જ જેનું શરીર છે તેને વનસ્પતિકાય જીવ કહે છે. જે જીવ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થવા માટે મેડાવાળી વિગ્રહગતિમાં હોય તેને પણ વનસ્પતિકાય કહે છે. આ જીવનું શુદ્ધ નામ વનસ્પતિજીવ છે.
પ્રશ્ન ૧૪: વનસ્પતિકાય જીવના કેટલા પ્રકાર છે?
ઉત્તર : વનસ્પતિકાય જીવ બે પ્રકારના હોય છે. (૧) પ્રત્યેક–વનસ્પતિ (૨) સાધારણ–વનસ્પતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org