________________
લઘુયોગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ મણિ, પાણી, ઘી, કાચમાં, વિવિધપણે મુખ જોય; વિવિધ શરીરે તેમ જે, જીવ-ભિન્નતા હોય. ૯ દેહ એક અવયવ ઘણા, માટી એક બહુ ઠામ, તેમ જ ત્રણ સ્થાવર ભવે, એક જીવ બહુ નામ. હ્ય ધૂળ, ધૂમ્ર, વાદળ વડે, વ્યોમ મલિન લેખાય, તેમ કર્મ – પ્રકારથી જીવ – ભેદ દેખાય. ૧૦ અગ્નિ-સંગથી લેહ પણ, અગ્નિ રૂપે જાય; આત્મગથી ઇંદ્રિયે, આત્મારૂપ મનાય. ૧૧ શશી ગ્રહણ કાળે દસે રાહુ જેમ અદ્રશ્ય તેમ દેહ સહ અનુભવી, યેગે આત્મા વૃશ્ય. ૧૨ અહો ! સંગને રંગ આ, જડના સંગે દેખ; જડતા ભાસે જીવમાં, જળે ઉષ્ણતા પખ. ૧૩ અગ્નિ મહાજળમાં તજે, ઉષ્ણ, ઉગ્ર સ્વરૂપ તેમ વિકલ્પ ચિત્તના, ટળે મુનિવર ભૂપ. ૧૪ દ્રવ્ય ચિત્તનું કામ જે, સંકલ્પ સહકાર શુકલધ્યાને છેદતાં, શિવપદ તે દેનાર, ૧૫ ઘી ગૌથી, અગ્નિ કાથી, તલથી તેલ પમાય; આત્મ-લાભ નર-દેહથી, જે જે સદુપાય. ૧૬ અછિદ્ર સ્ફટિકે વસતું, વ્યોમ જેમ દેખાય;
તેમ જણાવતા, જ્ઞાનપૂર્ણ શિવ-રાય. ૧૭ ફાનસની અંદર તથા, બહિર પ્રકાશક દીવ; તેમજ અંતઃકરણને, જગત પ્રકાશે જીવ. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org