________________
લઘુયોગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ ઉઠાવ નહિ સંકલ્પ તું, હણ મન થઈ નિર્વાસ, સ્વાત્મામાં સ્થિર તું રહે, દુષ્કર એ નહિ ખાસ. ૯ જડ મડદું આ દેહ તે, તારે શો સંબંધ ? સુખ-દુઃખ તેને કારણે પરવશ, રામ ! લહંત. ૧૦ માંસ, રુધિર આ દેહમાં, તું ચૈતન્ય શરીર, તજ દેહે તું આત્મધી, સમજ, સમજ, રઘુવીર. ૧૧ દેહ કાષ્ટ, તૃણ તુલ્ય છે, પરમાત્મા અવશેષ; ભ્રાંતિ આમ સહજે ટળે, દુઃખ રહે નહિ લેશ. ૧૨ સ્વાત્મા સત્ય વિસરિયે, જગમાં એ જ વિચિત્ર અસત્ય અવિદ્યા પ્રિય થઈ, ગણે શત્રુને મિત્ર. ૧૩ સ્વાત્મ-ધન ના ખેળતા, જગજન એ આશ્ચર્ય મિથ્યા મમતા સાધતા, વિસારી બ્રહ્મચર્ય. ૧૪ જગ વીસરી આત્મા જુઓ, એ ઉત્તમ છે દયેય આપે મુક્તિ સહજ તે, પર્યાયદૃષ્ટિ હેય. ૧૫
લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધનું સાતમું “આત્મ-નિરૂપણ પ્રકરણ સમાપ્ત, તા. ૧૬-૧-૧૯૫૦. પિોષ વદ ૧૩, ૨૦૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org