SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ સાતમું પ્રકરણ આત્મ-નિરૂપણ (દોહરા) કૃત્રિમ વર્તન બાહ્ય હે, અંતર્ - ત્યાગે વાસ; ર્તા દેખે લેક તે, ઉરે અકર્તા ખાસ. ૧ આશા ત્યાગી અંતરે, વીતરાગ, ૧નિર્વાસ વર્તે વ્યવહારે તમે, રાઘવ ! રહી ઉદાસ. ૨ અંતર–ત્યાગે શોભતી, દૃષ્ટિ પૂર્ણ ધરનાર; જીવન્મુક્ત બની કરે, સ્વસ્થપણે વ્યવહાર ૩ શુદ્ધ, બુદ્ધ, હું એક છું, એ નિશ્ચયમય આગ; દ્રઢ સકલ વન બાળતી, દે સુખમય વૈરાગ્ય. ૪ દેહાભિમાન પાશથી, દ્રઢ રીતે બંધાય; જ્ઞાન-ભાવ અસિ તું ગ્રહી, છેદ બંધ, સુખ થાય. ૫ અનાસક્ત દેહાદિમાં, આત્મ-નિષ્ઠ અનન્ય સચિત્ આનંદે રહે, તે જીવન આ ધન્ય! ૬ સ્વમ, નીંદ, જાગૃત દશા– રહિત, સનાતન રૂપ; શુદ્ધ સચેતન ભાવમાં, સદા રહે તદ્રુપ. ૭ ગ્રાહ્ય ગ્રાહક ભાવ તજ, તજ સઘળા પરભાવ; સ્વાત્મ-સ્વરૂપ ઓળખી, છે તે થા સાવ. ૮ ૧. વાસના રહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy