________________
(૪) મલય
૪૯ ભવ ઊભા કરનાર મન, મનસમ પુરુષ વખાણ મને કર્યું તે કૃત્ય છે, ન દેહ તણું પ્રમાણ. ૧૦ મનને લઈને આ બધું, તેથી વિશ્વ જણાય; મન વશ કરવા બોધ લ્ય, ધ્યાને મન-લય થાય. ૧૧ મને વાસના બંધ છે, નિર્મોહી મન મક્ષ વિવેક ને વૈરાગ્યથી, ટાળ વાસના-દોષ. ૧૨ વાદળ ઢાંકે ચંદ્રને, ધૂમ્ર ચૂનાને લેપ; અંતર દુષ્ટ અરે ! કરે, આશાને વિક્ષેપ. ૧૩ અંતર્મુખ--જ્ઞાનાગ્નિમાં, ત્રિલેક તૃણ હોમાય; ભ્રાંતિ ત્યાં અટકી જતી, પ્રત્યાહાર પમાય. ૧૪ ઈષ્ટ અનિષ્ટ પદાર્થની, સ્મૃતિ સંપૂર્ણ ભુલાય; નિર્વિકલ્પ સમાધિમાં, મન-લય યથાર્થ થાય. ૧૫ જાગૃતિમાં મન દુઃખ દે, સ્વને મૂઢ સમાન સુષુપ્તિમાં મડદાલ મન, તુર્યામાં મૃત માન. ૧૬ પંક કતફળ ટાળતાં, જળ ઓગળી જાય; તેમ અશુદ્ધિ ટળી જતાં, મન આત્મામય થાય. ૧૭ કલેશિત મન સંસાર છે, તે જ બંધમય માનક ચિત્ત ચલાવે દેહને, તરુને વાયુ સમાન. ૧૮ બાંયે બાંય ચઢાવીને, દાંતે પસી દાંત; અંગે અંગ અફાળીને, પ્રથમ કરે મન શાંત. ૧૯ ૧ કાદવ, કચરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org