SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ લઘુયોગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ સમીપ પણ દેખાય ના અવિનાશી નિજ રૂપ, ત્રણે કાળ ટકનાર તે, આત્મા તત્વ અનુપ. ૯ તટ-તરુ નિર્મળ સર વિષે, આબેહૂબ જણાય જગ તેવું દેખાય છે, જ્ઞાન અરીસા માંય. ૧૦ દેરી સર્પ સમી બને, ભ્રમથી સાંજે જેમ; જ્ઞાન થતાં તે ભ્રમ ટળે, ભવ-ભ્રમણ પણ તેમ. ૧૧ ભેગ-વાસનાથી થતે, પ્રબળ નકામો બંધ, ઉપશમ ભાવે તે ટળે, આવે ભવનો અંત. ૧૨ ગંભૌર ઉદધિમાં ઊઠે, તરંગમાળા જેમ; અસંગ આત્મામાં અહો! મન-કલ્લોલે તેમ. ૧૩ સંતત સંકલ્પ કરી, મન રચતું જગ-જાળ; સ્વમ સમે સંસાર આ, જ્ઞાન-દ્રષ્ટિએ ભાળ. ૧૪ મૂઢમતિને જગ-દુઃખને, આવે કદી ન અંત, ભૂત બાળને પીડતું, જેમ જીવન પર્યંત. ૧૫ કનક-કડામાં અજ્ઞને, દૃશ્ય-દ્રષ્ટિને ભાસ; નામ-રૂપમાં લીન તે, હેમ ન દેખે ખાસ. ૧૬ તેમ જ અણસમજું જને, નગર–ઘર-દ્રષ્ટિવંત; દ્રવ્ય-કૃષ્ટિ પામે નહીં, તે પરમાર્થે અંધ. ૧૭ ઘોર દુઃખમય અજ્ઞને, વિશ્વ સર્વ દેખાય, જ્ઞાનીને આનંદમય, સૃષ્ટિ દૃષ્ટિ-મય થાય. ૧૮ ઘનથી નભ ઘેરાય જે, વળી વિલય ઝટ થાય; તેમ વિકલ્પ જીવને– ઘેરે પણ ખરા. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy