________________
૩૯
(૧) વૈરાગ્ય
સંત સમાગમ તે કરે, ભલે ન દે ઉપદેશ જે સાંભળવાનું મળે, તે ઉપદેશ અશેષ. ૮ સંત-સમાગમથી થતા, અકિંચન પૂર્ણ-કામ; મરણ અમરતા આપતું, આપદ સંપદ-ધામ. ૯ આત્મસુખે મન લીન, જે કરે નિરંતર સંત, ભવ-તાપે તપતા જને, કેનું શરણ લત ? ૧૦ શિષ્ય વિરાગીને થત, સમ્યક જ્યાં ઉપદેશ ત્યાં વિજ્ઞાન અખંડ છે, શાસ્ત્ર, જ્ઞાન અશેષ. ૧૧ શુદ્ધ બેધનું બીજ તે, પ્રજ્ઞા શિષ્યની માત્ર; વ્યવસ્થા ઉપદેશ–ક્રમ, નિમિત્ત કારણ અત્ર. ૧૨ કદી શાસ્ત્ર-ગુરુથી નહીં, પરમેશ્વર દેખાય; સાત્વિક નિજ બુદ્ધિ બળે, સ્વયં સ્વરૂપી થાય. ૧૩ ના અભ્યાસે તે કળા– બધી વિલય થઈ જાય; જ્ઞાનકળા પ્રગટ્યા પછી, દિન દિન ચઢતી થાય. ૧૪ નિજ કઠે કંઠી છતાં, ખેાળે આખું ગામ; બ્રાંતિ ટળતાં તે મળે, ગુરુ-વચને હે રામ! ૧૫ અભાગિયે જીવ અજ્ઞ જે, વિષયમાં હરખાય; વિષ-મિશ્રિત ખેરાક સમ, અંતે દુઃખી થાય. ૧૬ કટુતા અતિ વેઠી છતાં, વળી વળી વિષયે વાસ; તે નહિ નર પણ મૂઢ તે, ખર સમ સમજે ખાસ. ૧૭ જગ–સંકલ્પ જીવને, દુઃખે દેરી જાય; નિર્વિકપતા પામતાં, અક્ષય સુખ ઊભરાય. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org