SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુયોગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ પાંચમું પ્રકરણ ઉપદેશની માગણી (દોહરા) રામ– સુખદુઃખાદિ ઠંદ્ર ના, નડે જ્ઞાનીને કાય; જ્ઞાનદશા પ્રગટાવવા, બોધ ચહું, ષિરાય. ૧ ચંદ્ર વડે જે ના ટળે, તેવું તિમિર ને રાત; તેમ મહાત્મા--સંગમે, ત્રિતાપની ના વિસાત. ૨ કરવત વેરે દેહ તે, સહી શકુ, ગણી વ્યર્થ; પણ તૃષ્ણના તાપને, સહેવા નહીં સમર્થ. ૩ આ આયુ વાયુ સમ ચપળ, વૈભવ વિદ્યુત જેમ; યૌવન જળરેલા સમું, મોક્ષલક્ષ નહિ કેમ? ૪ અનર્થ સંકટ ખાડમાં, જગત જોઈ મુજ ચિત્ત અનુકંપાએ કંપતું, ચિતા પંકે લિસ. ૫ દેવ વિમાન તજે નહીં, તેમ તજે નહિ ચિત્તબળાત્કારે ય ચપળતા, વિના આશ્રય સુતત્વ. ૬ તેથી સત્ય યથાર્થ શું? જન્મ મરણ ના જ્યાંય; સર્વ ઉપાધિ-ત્યાગ ક્યાં ? સ્થાન નિશ્ચંત ક્યાંય? ૭ ભયકર ભવમાં આપ સૌ, રહે મહાત્મા નિત્યજીવન્મુક્ત, ઉપાય તે, કહે મને તે સત્ય. ૮ ભવે વ્યવહાર સાધતાં, કમળ સમા નિર્લિપરહે, કહે શું ચિંતવી, તજી ચિત્ત-વિક્ષેપ? ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy