SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) આત્મદશા-વર્ણન નામ-રૂપ-સંકેતથી, ક૯પે નર બહુ ભેદ, સ્વરૂપ મૂળ પદાર્થનું, ભૂલી પામે ખેદ. ૨૯ ગુપ્ત ચમત્કારે મનન, સ્વને પણ ન કરાય; કત્રિપતનું માહાતમ્ય આ, લેભે ભવ લૂંટાય. ૩૦ દેહાથે જન વાપરે, વિદ્યા, વિનય સમસ્ત; વનનાં સુંદર પુષ્પ સમ, વ્યર્થ ઉદય ને અસ્ત. ૩૧ કામાસક્ત સુલભ જન, કળાકુશળ પણ તેમ; સંત મળે સ્વનેય ના, જીવન ગાળું કેમ ? ૩૨ સ્થાવર જંગમ દૃશ્ય આ, અસ્થિર સર્વ જણાય; સ્વમસમું સૌ લાગતું, આસ્થા ત્યાં શી થાય ? ૩૩ સુંદર વસ્ત્ર શુભતું, આજે આ તન તે જ કાલે દેખું કાળવશ, વનમાં ગીધ સમેત. ૩૪ સિંહાસન પર શોભતો, નરપતિ સહ અધિરાજ; થોડા દિન વીતી ગયે, ભસ્મ-પેજ પર કાજ. ૩૫ ભૂત દિવસ, ગત વંશજો, પરાક્રમો પ્રાચીન; સ્મૃતિ માત્ર આજે જુએ, તેમ આપણા દિન. ૩૬ ઢેર મરી માણસ બને, દેવ બને ય અદેવ; બને ઢોર માણસ મરી, સ્થિતિ આવૅ નિત્યમેવ. ૩૭ સ્મરણ મરણનું ના થતું, ટકે ત્યાં સુધી મેહ; વિચારવાન ન મરણને, વીસરે, તજી વિમેહ. ૩૮ વધે, ઘટે, પલટે, ટળે, પુનર્જન્મ પણ થાય નિશદિન સમ પાંચેય આ, કમ જીવે વર્તાય. ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy