________________
(૪) આત્મદશા-વર્ણન
વિષયમાં મન રાચતું, નહીં આત્મ-માહાભ્ય; શાસ્ત્ર ઉપર ના પ્રેમ એ, ચિત્ત તણું દૌરામ્ય. ૯
સાચું ખોટું લાગતું, વિનાશવંત પદાર્થ, આત્મભાન ના જીવને, આકુળતામય સ્વાર્થ. ૧૦ રાગગ વધ્યા કરે, પ્રગટે નહિ વૈરાગ્ય; સવિચાર હણાય છે, ર–ગુણે, ના ત્યાગ. ૧૧ મોહ વધે, ના સત્ત્વગુણ, સત્ય વસ્તુ અતિ દૂર; અસ્થિર જીવન સર્વનું, મરણ ઝઝૂમે ક્ર. ૧૨ મંદ બુદ્ધિ મેલી થઈ, પરિચય પાપે થાય; સંત સમાગમ ના મળે, યૌવન વીતી જાય. ૧૩ અવિચળ સુખ દેખાય ના, મળે ન પરમાનંદ, મન અંદર મૂંઝાય છે, નહિ કરુણ-રસ-કંદ. ૧૪ પ્રમોદભાવ ન ઊગતે, દુર્જન–સંગ સુલભ્ય; દુર્લભ સજજન-સંગ તે, સ્વસ્થપણુંય અલભ્ય. ૧૫ કાળબળે જગજીવ સૌ, તણાય ક્યાંના ક્યાંય; સદુપદેશ-દાતા નથી, ત્યાં મુજ મન મૂંઝાય. ૧૬
પ્રેમપાત્ર નારી-નયન, વડે ચિત્ત વશ થાય; પછી સ્વસ્થ કરવા નહીં, વિવેક પણ સદુપાય. ૧૭ જ્ઞાની જન પરહિત ને, આત્મચિંતને શાંત શીતળીભૂત હૃદયથી, સુખ પામે એકાંત. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org