SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુયોગવાસિષ્ઠ સાર પૂર્વાર્ધ ત્રીજું પ્રકરણ આત્મદશા-વર્ણન (દોહરો) રામ–– અનુભવથી આ હું કહું, તૃષ્ણ કરતી અંધ; ધીર ડરે, આનંદી પણ, ઉદાસ ફરે અફંદ. ૧ અહો! આશ્ચર્ય, ધી-ધનો, વિવેક ખડ્રગે છેદઅકાટ્ય તૃષ્ણા-ગાંઠને, કરે, વખાણે વેદ. ૨ દ્રઢ મેરુ સમ કઈ હે, હો જ્ઞાને અણમોલ; શર, ધીર નર હે ભલે, તૃષ્ણાવશ તૃણતોલ. ૩ ભાસે દેહાધ્યાસથી, દેહ મુખ્ય જગમાંય; ઉત્તમ મુક્તિ-સાધને, અધમ કુગતિ દે ત્યાંય. ૪ અહંકાર-ઘર દેહ આ, તૃષ્ણ નારી ત્યાંય; રાગ-રંગથી શુભતું, ભલે રહે કે જાય. પ ચિત્તસેવકે સાચવે, માયામય ઘર-છાજ; દુઃખબાળકે ત્યાં રડે, ગમે નહીં, મહારાજ. ૬ સરે શુંય લક્ષ્મી વડે ? રાજ્ય વડે શું થાય ? કાયા કે કિયા બધાં, અપ કાળમાં જાય. ૭ રક્ત-માંસનું પૂતળું, શરીર સળગે દેખ; પતંગ સમ ના ભૂલ તું, હે મન ! તજ અવિવેક. ૮ ૧ બુદ્ધિમાન ૨ સપુરુષનાં વચનો, શાસ્ત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy