________________
લઘુયોગવાસિષ્ઠ–સાર પૂર્વાર્ધ
રાજ્યસંપદ ગણું ઠગે, મુઝવે મન અપાર; ગુણ-ગણને હરનાર તે, દુઃખ ઉગ્ર દેનાર. ૨૦ દરિદ્રને બહુ છોકરાં, ચિંતા કારણ જેમ; તેમ જ ધન-વૈભવ ગણું, આપે સુખ તે કેમ ? ૨૧ ગજ ગર્તમાં પડી પછી, દુખે બહુ પસ્તાય; તેમ ક્ષણિક દેહાદિમાં, દુર્દશા જ દેખાય. ૨૨ ચતુર વિષય–ચારે ઘણા, વિવેક-રલ હરાય; જ્ઞાનીસુભટ વિના રણે, કેણે જીત્યા જાય ? ૨૩
દીપશિખા સમ લક્ષ્મી પણ, અડતાં દેતી દુઃખ. વિનાશ કાજળ ઉર ધરે, મૂર્ણ ગણે ત્યાં સુખ. ૨૪ મૂઠી ધૂળ કરે મલિન, ઉત્તમ રતો જેમ; ઉદાર, શૂર, કૃતજ્ઞને, લક્ષમી લજવે તેમ. ૨૫ ધનિક ન નિંદાપાત્ર કે, શૂર ન કરે બડાઈ સમર્થ પણ સમદ્રષ્ટિ ધર, દુર્લભ તથા નવાઈ. ૨૬ પરધનથી વૃદ્ધિ ચહે, ચિંતા છૂપી અનેક અભાગણુ એ લક્ષમાં, દેખું ગુણ ના એક. ૨૭
પુરુષાર્થ થઈ શકે, પસ્તાવું ના થાય; જીવન્મુતિ સધાય તે, જીવન ધન્ય કહાય. ૨૮ તરુ જીવે, મૃગલાં જીવે, જીવે પક્ષી વ્યર્થ, તત્વજ્ઞાને વશ કરે– મન તે જીવ યથાર્થ. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org