SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ‘લઘુગવાસિષ્ઠ સાર' પૂર્વાર્ધ બીજું પ્રકરણ આત્મદશા-વર્ણન (દોહરા) ભાવમુનિ સદ્રશ રામજી, આવે સભા સમક્ષ ગ્ય વિનય સૌને કરી ભૂમિ પર બેસે દક્ષ. ૧ વિશ્વામિત્ર વદે: “કહે, રામ ! તજી વિક્ષેપ શા કારણ મૂંઝાય મન ? ચિતા સમજે ચેપ. ૨ પ્રગટ મરથ થાય તે, સફળ થવાને માર્ગ, ગુરુ-ઉપદેશ વડે જડે, શાંતિ થશે અથાગ.” ૩ તે સુણતાં થઈ રામને, કાર્યસિદ્ધિની આશ; જેમ ગર્જતા મેઘથી, તે મેર-ઉલ્લાસ. ૪ ખેદ ખસેડી રામ પણ, વદેઃ “સુણે ભગવાન; હું અજ્ઞાની બાળ છું, પૂછયે કહું અમાન. ૫ વચન મહાત્માનું નહીં, ઉલ્લંઘનને યોગ્ય તેથી અનુભવ વાત આ, કહું હું યથાયોગ્ય. ૬ રઘુકુળમાં જન્મે અને, સાધી વિદ્યા સર્વ સદાચાર સહ હું રહું, ગૃહાશ્રમેય અગર્વ. ૭ તીર્થયાત્રા કરી ઘણી, ત્યાં પ્રગટ્યો સુવિવેક, ભવસુખ-આસ્થા ઊઠતાં, ભેગેચ્છા ગઈ છેક. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy