________________
પરિશિષ્ટ-૨
૩૧૩
દેહથી ભિન્ન આત્માના, જ્ઞાનાનંદે પૂરા સુખી; તપ-તાપ દહે પાપ—ઉગ્ર, તેયે ન તે દુખી. ૩૪ રાગ-દ્વેષાદિ મેજથી, હાલે જે ના મને જળ; તે આત્મતત્વ તે દેખે, તે ત અન્ય નિષ્ફળ. ૩૫ અવિક્ષેપી મન આત્મા, વિક્ષેપી આત્મબ્રાંતિ જે, અવિક્ષેપ કરે ચિત્ત, તેથી વિક્ષેપ ન રહો. ૩૬ અવિદ્યા બહુ અભ્યાસી, તે સંસ્કારે મન ચળે, જ્ઞાનસંસ્કારથી ચિત્ત, આત્મ-તત્વે સ્વયં વળે. ૩૭ અપમાનાદિ તે માને, વિક્ષેપી મન જેમનું અપમાનાદિ ના લેખે, અક્ષુબ્ધ મન જેમનું. ૩૮ તપસ્વીને કદી મોહ, રાગદ્વેષ જણાય છે, ભાવજે સ્વસ્થ આત્મા તે, ક્ષણમાં શાંતિ પામશે. ૩૯ જ્યાં દેહે પ્રેમ મુનિને, ત્યાંથી ચિત્ત ખસેડીને, બુદ્ધિથી બોધ-મૂર્તિમાં, બાંધતાં પ્રેમ જાય તે. ૪૦ આત્મબ્રાંતિ જણે દુઃખ, આત્મજ્ઞાન હણે, અહા !' જ્ઞાન અર્થે મથે ના તે, મેક્ષ દે ના તપે મહા. ૪૧ દેહાત્મબુદ્ધિની ઇચ્છા, દિવ્ય દેહ–સુગની; તત્ત્વજ્ઞાની તણી ઈચ્છા, દેહ-ભોગ-વિયાગની. ૪૨ પિતાને પરમાં માની, બંધાય સ્વ ચૂકી નકી; આત્મામાં આત્મબુદ્ધિમાન, મુકાય પરને મૂકી. ૪૩ ત્રિલિંગ શ્ય કાયા હું, એટલું મૂઢ માન અનાદિસિદ્ધ, અવાચ્ય, આત્મા, જે મત જ્ઞાનીને. ૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org