________________
લઘુયોગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ શું કરે, શુંય ચિતવે, કયા નિયમ ધરનાર; અમને ખબર પડે નહીં, ઉત્તર નહિ દેનાર. ૨૭ મળે વિવેકી નેહીં કે, દેતા શિક્ષા આમ; ભવસુખ સરસ જણાય પણ, માન ન તે અભિરામ. ૨૮ સૌદર્ય દેખે મરણ, મધુર સૂરે તે ગાય : સહજ મળે તે પદ વિના, ગયા વર્ષ અસહાય.” ૨૯ “નૃપતિ બની મેટાં કરે, કામ કહે કઈ એમ તજી અભિમાન, હાસ્યમાં–વદે, “ગાડિયે જેમ.” ૩૦ કહ્યું કેઈનું ના ગણે, પ્રાપ્તિમાંય ચિડાય, ના આશ્ચર્ય થતું કદી, રામતણ મનમાંય. ૩૧ કઈ કરે ધન યાચના, કહેઃ “અર્થ જ અનર્થ; ઈચ્છે શાને દુઃખ તું?” કહી દે મણિ અનર્થ. ૩૨ સંપદ કે આપદ ગણે, મોહે થતા વિકલ્પ એવાં ગાયન ગાય તે, “વિષયે સુખ અતિ અપ.” ૩૩ હાય! અનાથ, કહે જને, પણ વૈરાગ ન થાય; એ આશ્ચર્ય તમે ગણે, સુણજે સર્વ સભા ય. ૩૪ વિપ્ર, ભૂપ વાતે કરે, રાજ-કાજની કેય; મૂર્ણ ગણું હસી કાઢતા, કાને ધરે ન સેય. ૩૫ પ્રાપ્ત પદાર્થ ના રુચિ, નહિ અપ્રાપ્ત આશ; ઈછે નહિ કે ચીજને, મળી શાંતિ ના ખાસ. ૩૬ નહીં મૂઢ કે મુક્ત તે, અમને તે સંતાપ; જુએ વાટ મરવા તણું, હવે વિચારે આપ. ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org