________________
(૧) રામપરિચય
“અ૮૫ કારણે ના થતા, સજજન–ચિત્ત-વિકાર; ફળ ઉત્તમ તે પામશે. નરવર, ખેદ નિવાર.” ૧૬ વિશ્વામિત્ર પધારિયા, રામ-મદદને કાજ; સુણી રામની આ દશા, વિચારતા ઈલાજ. ૧૭ દશરથ તેડે રામને, મુનિ-દર્શનને કાજ; રામસેવકે આવતા, વીનવવા મહારાજ. ૧૮ દશરથ પૂછે તેમને, “કેમ ન આવે રામ ? કહે દશા સૌ રામની, એ મુજ આશાધામ.” ૧૯ ખેદ સહિત સેવક કહે, “રામદેહ કરમાય; યાત્રાથી આવ્યા પછી, મનમાં બહુ કચવાય. ૨૦ સ્નાન, દાન, ભેજન કરે, ઘણું ર્વીનવતાં માંડ; ચિંતા ચિત્તે તે ઘરે, શિર જાણે બ્રહ્માંડ. ૨૧ મનહર દેખી વસ્તુઓ, સાથુ મને મૂંઝાય; નૃત્ય નિહાળી તે વદે : સ્ત્રી-તન ચંચળ, હાય ! ૨૨ આપદ કે સંપદ ભલે, ઘરમાં શું છે સાર ? મિથ્યા મનની કલ્પના, આશા સર્વ અસાર.” ૨૩ હરણનયન વનવૃક્ષને, આકર્ષક નહિ જેમ; આકર્ષ નહિ રામને, લલના-નયને તેમ. ૨૪ વિનોદ ગમે ના તેમને, નહિ ભેગે આસક્ત, કામે ચિત્ત ચળે નહીં, મન વિષે તે રક્ત. ૨૫ ખાનપાન માગે નહીં, અંતર્યામી રામ; જાણે સંન્યાસી ખરા, સેવે નિર્જન ધામ. ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org