SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક-વિવેચન ર૯૩ ૨૯૩ (વસંતતિલકા) મિથ્યા મતિ સ્વપરની સમજે હતી, હા ! ટાળી, ઉખેડી ભવ–વેલ, થયા અ-જન્મા; જ્ઞાનાત્મ-સુખ પરમાત્મ–દશાથી ભેગે, સન્માર્ગ આ ગ્રહ, ઉપાર્સી સમાધિ–યોગે. ૧૦૫ ભાવાર્થ – અવિદ્યા કે ભ્રાંતિ એ સંસાર-દુઃખને જણનારી જનેતા સમાન છે તેનું સ્વરૂપ ટૂંકામાં ગ્રંથકારે દ્વિ-અર્થી શબ્દોમાં પ્રથમ દર્શાવ્યું છે. વત્ર એટલે પરમાં, પરવુદ્ધિ એટલે પરમ માહાસ્યવાળી બુદ્ધિ, જેમકે “પૈસે મારો પરમેશ્વર અથવા ધર્મ આરાધનામાં “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ, એને જ્ઞાનીએ પરમ ધર્મ કહ્યો છે.” –શ્રીમદ્ રાજચન્દ્ર આમ શરૂઆતમાં દ્રઢ ભાવે લીધેલું અવલંબન, પિતાનામાં પરમાત્મદશા પ્રગટતાં સહેજે છૂટી જાય છે. અથવા તે ન છૂટે ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટતું નથી. શ્રી ગૌતમ સ્વામીને પરમકૃપાળુ મહાવીર ભગવંતના દેહની હયાતી સુધી અવલંબન ન છૂટયું, ત્યાં સુધી કેવળજ્ઞાન ન થયું. શ્રી આનંદઘનજી પણ ગાઈ ગયા છે : આલંબનસાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે; અક્ષય દર્શન-જ્ઞાન-વૈરાગ્ય આનંદઘન પ્રભુ જાગે રે. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે.” આત્મા ને સદૂગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદ્ગુરુને આત્મા એ સદગુરુ છે. જેણે આત્મસ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy