________________
૨૯૨
ગ્રન્થયુગલ
બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત છે.
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદે ભાસ ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિવિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાને કંઈ પણ સંબંધ નહોતે એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે.”
“છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભેંકતા તું તેહને, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ રમૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજાં કહીએ કેટલું ? કર વિચાર તો પામ.”
–શ્રીમદ્ રાજચંદ્ર હવે બ્રાંતિ ટળવાથી, મોક્ષમાર્ગ મળવાથી સમાધિશતક દ્વારા જે પરમ પદ પ્રાપ્ત થાય છે, તેનું કળશ રૂપે ગ્રંથકાર સુંદર વર્ણન કરે છે :
(વસંતતિસT) मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च संसारदुःखजननी जननाद्विमुक्तः। ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठस्तन्मार्गमेतदधिगम्य समाधितंत्रम् ॥१०५।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org