________________
૨૯૦
ગ્રન્થ-યુગલ
આ લક્ષ રાખીને ગ્રંથકાર ગાથામાં કહે છે કે આત્માના (ઇચ્છા) રાગ-દ્વેષથી પ્રવર્તેલા પ્રયત્નથી વાયુ પ્રવર્તે છે, વાયુથી શરીર યંત્રો (અવયવો) પિતપતાનાં કામમાં પ્રવર્તે છે.
“કેઈનું દીધું દેવાતું નથી; કોઈનું લીધું લેવાતું નથી, જીવ ફેકટ કલ્પના કરી રઝળે છે. જે પ્રમાણે કર્મ ઉપાર્જન કરેલાં હોય તે પ્રમાણે લાભ, અલાભ, આયુષ, શાતા, અશાતા મળે છે. પિતાથી કાંઈ અપાતું લેવાતું નથી. અહેકારે કરી “મેં આને સુખ આપ્યું, “મેં દુઃખ આપ્યું; “મેં અન્ન આપ્યું,” એવી મિથ્યા ભાવના કરે છે, ને તેને લઈને કર્મ ઉપાર્જન કરે છે. મિથ્યાત્વે કરી ખોટો ધર્મ ઉપાર્જન કરે છે.
જગતમાં આને આ પિતા, આને આ પુત્ર એમ કહેવાય છે, પણ કેઈ કેઈનું નથી. પૂર્વના કર્મના ઉદયે સઘળું બન્યું છે. અહંકારે કરી જે આવી મિથ્થાબુદ્ધિ કરે છે તે ભૂલ્યા છે. ચાર ગતિમાં રઝળે છે, અને દુઃખ ભેગવે
–શ્રીમદ્ રાજચંદ્ર લાકડાં કે પતરાંનાં બનાવેલાં સિંહ, વાનર, ઉંદર વગેરે યંત્રો જેમ પોતાને ગ્ય ક્રિયા પરની પ્રેરણાથી કરે છે, તેમ શરીરે પણ સર્વ ક્રિયામાં આત્માની પ્રેરણાથી પ્રવર્તે છે.
તે શરીર–યંત્રે તથા ઇન્દ્રિયની કિયાને આત્મામાં આપતા અજ્ઞાની તથા તે આરોપને તજતા વિવેકી જને શું કરે છે, તે વિષે ગ્રંથકાર આગળની ગાથામાં કહે છે -
तान्यात्मनि समारोप्य साक्षाण्यास्ते सुखं जडः । त्यक्त्वाऽऽरोपं पुनर्विद्वान् प्राप्नोति परमं पदम् ।।१०४॥ દેહાદિકાર્ય આત્મામાં, આપી મૂઢ સુખ લે, તજી આપ જ્ઞાની તે, પરમપદ ભગવે. ૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org