________________
૨૮૦
ગ્રન્થ-યુગલ
ભાવાર્થ – ઉપર જણાવ્યા પ્રમાણે જ્ઞાની પુરુષ જે ભિન્ન આત્મા છે, તેની નિરંતર ઉપાસના કરવાથી અથવા પિતાનું સ્વરૂપ જે અભિન્ન છે, તેની નિરંતર ઉપાસના કરવાથી, ભાવના કરવાથી આપોઆપ પરમપદ પ્રાપ્ત થાય છે. તે પદ વચનાતીત હેવાથી, વાણી ત્યાં પહોંચતી નહીં હેવાથી, વાણી વડે તે પદનું વર્ણન કરવું અશક્ય છે.
પરમ પદ પામનાર જન્મ-મરણના ફેરાથી છૂટે છે. અશરીરી પદ પામ્યા પછી કદી શરીર ધારણ કરવું પડતું નથી. તેથી ચાર ગતિ અને રાશી લાખ જીવનિનાં પરિભ્રમણથી છૂટી અચિંત્ય, અવ્યાબાધ, અનંત આત્મિક સુખમાં સદાને માટે સ્થિરપણે તે મેક્ષમાં વિરાજે છે.
ભિન્ન ઉપાસનાથી કે અભિન્ન ઉપાસનાથી આત્મરમણતા થાય છે, તે મહાન તપ છે અને ઉત્કૃષ્ટ નિર્જરાનું કારણ છે. જે આત્માઓ આમ આત્મરમણતા કરે છે, તેમનાં સંપૂર્ણ કર્મને ક્ષય થયે મોક્ષ પ્રાપ્તિ સહજ થાય છે.
જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષે છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પોતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દ્રષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં પાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તે આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે, અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org