________________
૨૭૩
સમાધિશતક-વિવેચન
બુદ્ધિ અહિત જ્યાં જાણે, કે શ્રદ્ધા ત્યાંર્થો ઊઠતી; શ્રદ્ધા ઊઠી ગઈ તે ત્યાં, તલ્લીનતાની વાત શી? ૯૬
ભાવાર્થ – જ્યારે જીવને એમ જણાય છે કે આ મને અહિતકર્તા છે, વિધરૂપ છે, કે કંઈ કામનું નથી, ત્યારે તે પ્રત્યે અનાદર થાય છે, શ્રદ્ધા હોય તે પણ ઊઠી જાય છે, ત્યાં ચિત્ત ઠરતું નથી; આમ જ્યાં ચિત્ત ચેટે નહીં, રુચિ રહે નહીં, ત્યાં ચિત્ત એકાગ્ર થવાની તે વાત જ શી કરવી ? આવી દશામાં મન ભટકતું રહે છે. બાહ્ય ક્રિયા કરવા છતાં તેમાં ચિત્તવૃત્તિ ચાટતી નથી, એકાગ્રતા કે ઉલ્લાસ જણાતાં નથી.
જીવને માંહીથી અજીર્ણ મટે ત્યારે અમૃત ભાવે, તે જ રીતે ભ્રાંતિરૂપી અજીર્ણ મટયે કલ્યાણ થાય, પણ જીવને અજ્ઞાની ગુરુએ ભડકાવી માર્યા છે એટલે ભ્રાંતિરૂપ અજીર્ણ કેમ મટે ? અજ્ઞાની ગુરુઓ જ્ઞાનને બદલે તપ બતાવે; તપમાં જ્ઞાન બતાવે, આવી રીતે અવળું અવળું બતાવે તેથી જીવને તરવું બહુ મુસીબતવાળું છે. અહંકારાદિરહિતપણે તપાદિ કરવાં.
કરાગ્રહ મૂકીને જીવ વિચારે, તે માર્ગ તે જુદો છે. સમકિત સુલભ છે, પ્રત્યક્ષ છે, સહેલું છે. જીવ ગામ મૂકી આ ગયે છે તે પાછા ફરે ત્યારે ગામ આવે. પુરુષનાં વચનનું આસ્થા સહિત શ્રવણમનન કરે તે સમ્યકત્વ આવે. તે આવ્યા પછી વ્રતપચ્ચખાણ આવે, ત્યાર પછી પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. - સાચું સમજાઈ તેની આસ્થા થઈ તે જ સમ્યકત્વ છે.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org