________________
૨૭૦
ગ્રન્થ-યુગલ
સમાગમ. પ્રત્યક્ષ સત્પુરુષોના સમાગમ કવચિત્ કવચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદૃષ્ટિવાન હોય તે સદ્ભુતના ઘણા કાળના સેવનથી થતા લાભ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે; કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિક્રિયાચેષ્ટિતપણું છે. જીવને તેવા સમાગમયેાગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્ત્તવ્ય છે. તેવા યાગના અભાવે સત્ક્રુતના પરિચય અવશ્ય કરીને કરવા ચેાગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેના સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યાં છે, એવાં શાસ્ત્રને પરિચય તે સશ્રુતના પરિચય છે.’’ —શ્રીમદ્ રાજચંદ્ર જે જીવ એકલાં શાસ્ત્રાના રાત-દિવસ પરિચય કરે પણ દેહાધ્યાસ ન તજે, તેના મેાક્ષ થતા નથી એમ આ ગાથામાં કહ્યું છે, પણ જ્ઞાની પુરુષ ઊંઘ કે ઉન્મત્ત દશામાં પણ નિર્જરા અખંડપણે કરતા હાવાથી તે મુક્ત થાય છે એ ભાવ ગાથાના ઉત્તરાર્ધમાં જણાવ્યો છે. તેથી મુક્તિની ઇચ્છા જેણે કરવી તેણે તે મેક્ષમાર્ગે પ્રવર્તતા મહાપુરુષની આજ્ઞાએ વર્તવું એ જ સુગમ ઉપાય છે.
હવે આત્મહિત કરવાની ઇચ્છા છે અને તે ઇચ્છા ક્યાં યથાર્થ થશે તે જેણે જાણ્યું છે તેને શ્રદ્ધા આદિ અત્મગુણા પ્રગટી ધ્યાન-લીનતા પ્રાપ્ત થાય છેતે વિષે ગાથા કહે છે :-- यत्रवाहितधीः पुंसः श्रद्धा तत्रैव जायते । यत्रैव जायते श्रद्धा चित्तं तत्रैव लीयते ।। ९५ ।। બુદ્ધિને હિત જ્યાં લાગે, શ્રદ્ધા તેમાં જ ચાહતી; શ્રદ્ધા જ્યાં ચાટતી ત્યાં જ, ચિત્તની લીનતા થતી. ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org