________________
સમાધિશતક-વિવેચન
૨૬૭ ઉત્પન્ન થાય છે, મરણ સુધીનું જોખમ તેમાં રહેલું છે, છતાં વ્યસનનાં કલ્પિત સુખમાં અંધ બની ખુવારીને રસ્તે જ વેગભેર દોડ્યો જાય છે. આ પણ ગાંડપણુ કે બેભાનપણું છે.
આ બધી લૌકિક દ્રષ્ટિ છે, તરત સમજાય તેમ છે. પરંતુ જ્ઞાની પુરુષની સમજણ તેથી જુદી જ છે. જેણે દેહથી ભિન્ન, સાવ સ્પષ્ટ આત્મા જાણે છે, માન્ય છે, એવા આત્મદ્રષ્ટિ અંતરાત્માને તે જેના મિથ્યાત્વ આદિ દેષને અભાવ થયો નથી એવા બહિરાત્માની સર્વ અવસ્થાસ્વમ, જાગૃત કે ઉન્મત્ત આદિ–વિભ્રમરૂપ, ગાંડપણ જેવી છે. અજ્ઞાની અહંતની પૂજા કરતે હેય, આગમ ભણત હોય કે જ્ઞાનીનાં વચનો બીજાને કહી સંભળાવતે હેાય, તે પણ મિથ્યાત્વને તેને ઉદય છે તેથી તેનું કરેલું કેઈ કાર્ય મોક્ષમાર્ગને સાધનાનું નથી, તેથી તેની બધી અવસ્થા જ્ઞાનીને બ્રાંતિમય લાગે છે. અજ્ઞાનીને નિરંતર ભ્રાંતિ વર્તે છે, તેવી જ રીતે દર્શનમેહને જેને અભાવ થયે છે, એવા જ્ઞાની પુરુષની સર્વ અવસ્થા—ઊંઘ ઉન્મત્તતા આદિ પણ–મિથ્યાત્વપરિણામ રહિત હોવાથી સમ્યક ગણાય છે; તે ઉન્મત્ત આદિ દશામાં આત્મદર્શનને પ્રતિબંધ નથી, સ્વરૂપસંવેદના કે આત્મજ્ઞાન જતું રહેતું નથી ઇઢિયે ઊંઘને લઈને પોતપિતાના વિષયમાં પ્રવર્તતી નથી તેથી સ્વપ્રદશા કહેવાય છે. સમકિત નામના આત્મગુણનું પરિણમન નિદ્રામાં પણ સમ્યક પ્રકારે થાય છે. રેગથી મૂછ, ગાંડપણ જણાય તે પણ સમ્યફદ્રષ્ટિની સમજણ, ભાવના, રુચિ, વાસના પલટાઈ જતાં નથી. માત્ર મિથ્યાત્વના ઉદયે જ સમ્યફભાવ, આત્મજ્ઞાનને અભાવ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org